Not Set/ રાબડી દેવીએ BJPના મંત્રી પર કર્યો પલટવાર, કહ્યું, “દેશભરના આતંકીઓ ભાજપના ક્વાર્ટરમાં બેઠા છે”.

પટના, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીએ બીજેપીના નેતા ગિરિરાજ સિંહના નિવેદન અંગે મોટો પલટવાર કર્યો છે. રાબડી દેવીએ મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, “દેશભરના આતંકીઓ ભારતીય જનતા પાર્ટીના ક્વાર્ટરમાં બેઠા છે”. તેઓએ વધુ ઉમેર્યું હતું કે, અરસિયાના લોકોએ જવાબ આપ્યો છે તેથી તેઓ […]

India
NHDD રાબડી દેવીએ BJPના મંત્રી પર કર્યો પલટવાર, કહ્યું, "દેશભરના આતંકીઓ ભાજપના ક્વાર્ટરમાં બેઠા છે".

પટના,

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ સીએમ રાબડી દેવીએ બીજેપીના નેતા ગિરિરાજ સિંહના નિવેદન અંગે મોટો પલટવાર કર્યો છે. રાબડી દેવીએ મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, “દેશભરના આતંકીઓ ભારતીય જનતા પાર્ટીના ક્વાર્ટરમાં બેઠા છે”.

તેઓએ વધુ ઉમેર્યું હતું કે, અરસિયાના લોકોએ જવાબ આપ્યો છે તેથી તેઓ હેરાન-પરેશાન છે. ઉત્તરપ્રદેશ અને બિહારની જનતાએ રસ્તો બતાવી દીધો છે. વાણીને પોતાના વશમાં રાખે અને અરસિયાના લોકો સામે માફી માંગે, બાકી વર્ષ ૨૦૧૯માં જનતા માફ નહીં કરે.

કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહના નિવેદન અંગે રાજ્યના પૂર્વ સીએમ જીતન રામ માંજીએ પણ નિંદા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “સરકારને અનુરોધ કરીએ છીએ કે, કોઈ પણ પ્રકારની વાત નથી ત્યારે બીજેપીના લોકોએ સાવધાની લેવી જોઈએ. અરસિયામાં માત્ર મુસ્લિમ લોકો રહેતા નથી અહિયાં એસસી-એસટીના લોકો પણ રહે છે. અરસિયામાં ક્યાં ISISના આતંકવાદીઓનો ગઢ બની ગયો”.

આ પહેલા અરસિયા લોકસભા સીટ પર યોજાયેલી ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપના નેતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, “આ ક્ષેત્ર આતંકવાદીઓનો ગઢ બની જશે. અરસિયા માત્ર કોઈ સીમા સાથે સંકળાયેલો વિસ્તાર નથી. આ વિસ્તાર માત્ર નેપાળ અને બંગાળ સાથે પણ જોડાયેલો નથી. પરંતુ અરસિયામાં કટ્ટરપંથી વિચારધારાને તેઓએ જન્મ આપ્યો છે. આ માત્ર બિહાર માટે નહિ દેશ માટે પણ ખતરો છે. તેથી અરસિયા આતંકવાદીઓનો ગઢ બનશે.

મહત્વનું છે કે, અરસિયા લોકસભા સીટ પર યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના ઉમેદવાર સરફરાજ આલમે બીજેપીના ઉમેદવાર પ્રદીપ કુમાર સિંહને હાર આપી હતી.