દેવધર ચારા ઘોટાડામાં દોષી રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને CBI ની વિશેષ કોર્ટ દ્વારા ૩.૫ વર્ષની સજા અને ૫ લાખના રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યારબાદ તેઓ રાંચીની બિરસા મુંડા જેલમાં એક માળીનું કામ કરતા જોવા મળશે.અને આ કામ માટે તેઓને ૯૧ રૂપિયા મળશે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે લાલુ યાદવને હઝારીબાગની ઓપન જેલમાં મોકલવામાં આવશે અને માડીના કામ માટે લાલુ યાદવને આ કામ માટે રોજના ૯૧ રૂપિયા મળશે. હવે તેઓને પોતાની બાકીની સજા અહીં જ પસાર કરવાની છે. બીજી તરફ આરજેડીના સભ્યો કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે. તેમની પાર્ટીએ જાહેર કર્યુ છે કે, સોમવારે લાલુ યાદવના કેસના પેપર મળ્યા બાદ તેઓ આ કેસને હાઇકોર્ટમાં પડકારશે.
કોર્ટ દ્વારા સજા જાહેર થયા બાદ લાલુ યાદવે ટ્વિટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું, ભાજપના રસ્તા પર ચાલવા કરતા હું સામાજિક ન્યાય, સદ્ભાવ અને સમાનતા માટે ખુશીથી મરવાનું પસંદ કરીશ.
