Not Set/ રિયા ચક્રવર્તીએ ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી, તે કોઈપણ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે : વકીલ

દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી અને તે કોઈપણ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. સમાચારમાં ચેટમાં રિયાએ ડ્રગના ઉપયોગની વાત સામે આવ્યા બાદ મંગળવારે તેના વકીલે આ વાત કરી. કેટલાક મીડિયા ચેનલોએ દાવો કર્યો છે કે રિયાની ચેટમાં ડ્રગ્સને લગતું એક એંગલ બતાવે છે. વકીલ સતીષ માનેશીંડેએ […]

Uncategorized
6feafd514a1dfd367378e17c60de7835 રિયા ચક્રવર્તીએ ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી, તે કોઈપણ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે : વકીલ

દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી અને તે કોઈપણ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. સમાચારમાં ચેટમાં રિયાએ ડ્રગના ઉપયોગની વાત સામે આવ્યા બાદ મંગળવારે તેના વકીલે આ વાત કરી. કેટલાક મીડિયા ચેનલોએ દાવો કર્યો છે કે રિયાની ચેટમાં ડ્રગ્સને લગતું એક એંગલ બતાવે છે.

વકીલ સતીષ માનેશીંડેએ એક નિવેદનમાં કહ્યું, “રિયાએ તેના જીવનમાં ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી. તે કોઈપણ સમયે રક્ત પરીક્ષણ માટે તૈયાર છે.” શરૂઆતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસમાં ડ્રગ્સના એંગલની તપાસ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પાસેથી માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું.

સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, એજન્સીને જાણવા મળ્યું છે કે, સુશાંતના કેસમાં કોઈ ડ્રગ્સ સિન્ડિકેટ એંગલ પણ સામેલ હતું. જણાવીએ કે, ઇડીએ બિહારમાં સુશાંતના પિતા કે.કે.સિંહે નોંધાવેલ એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એજન્સીએ આ અંગે સુશાંતના પિતા, તેની બહેનો પ્રિયંકા સિંહ અને મિતુ સિંહના નિવેદનો પણ રેકોર્ડ કર્યા છે. રિયા, તેના ભાઇ શોવિક, પિતા ઈન્દ્રજીત, સુશાંતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી, ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની, ગૃહના સંચાલક સેમ્યુઅલ મિરાન્ડા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધર, રિયાના સીએ રિતેશ શાહ સહિતના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.

આ કેસની તપાસ માટે મુંબઇ ગયેલી સીબીઆઈ એસઆઈટી ટીમે સુશાંતના અંગત કર્મચારી નીરજ સિંહ, તેના સીએ શ્રીધર અને એકાઉન્ટન્ટ રજત મેવાતીની પૂછપરછ ચાલુ રાખી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની આ ટીમે આ જ કેસમાં મુંબઇ પોલીસના બે લોકોને પણ સમન્સ પાઠવ્યા છે.

સીબીઆઈની ટીમે બે વાર સુશાંતના ફ્લેટ, વોટરસ્ટોન રિસોર્ટ અને કૂપર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન