Not Set/ રિલાયન્સે રિટેલ ફ્યુચર ગ્રુપનો રિટેલ બિઝનેસ 24,713 કરોડ રૂપિયામાં ખરીદ્યો

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ફ્યુચર ગ્રુપનાં રિટેલ એન્ડ વ્યવસાય અને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાય હસ્તગત કરવા જઇ રહી છે. શનિવારે કંપનીએ એક પ્રેસ રિલીઝ કરીને આ અંગેની માહિતી આપી હતી. આનાથી રિલાયન્સ ફ્યુચર ગ્રૂપ દેશનાં 420 શહેરોમાં ફેલાયેલા બિગ બઝાર, ઇઝીડે અને એફબીબીનાં 1,800 થી વધુ સ્ટોર્સ સુધી પહોંચ બનાવશે. […]

Business
 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ફ્યુચર ગ્રુપનાં રિટેલ એન્ડ વ્યવસાય અને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યવસાય હસ્તગત કરવા જઇ રહી છે. શનિવારે કંપનીએ એક પ્રેસ રિલીઝ કરીને આ અંગેની માહિતી આપી હતી. આનાથી રિલાયન્સ ફ્યુચર ગ્રૂપ દેશનાં 420 શહેરોમાં ફેલાયેલા બિગ બઝાર, ઇઝીડે અને એફબીબીનાં 1,800 થી વધુ સ્ટોર્સ સુધી પહોંચ બનાવશે. આ સોદો 24,713 કરોડમાં ફાઇનલ થયો છે.

તેનાથી ફ્યુચર ગ્રૂપનો રિટેલ એન્ડ હોલસેલ વ્યવસાય રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ (RRFLL) હેઠળ આવશે. મર્જર પછી, RRFLL ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં પણ રોકાણ કરશે. તે પ્રેફરેન્શિયલ ઇશ્યૂ દ્વારા 1200 કરોડનું રોકાણ કરશે અને ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં 6.09 ટકા હિસ્સો ખરીદશે. સોદા બાદ રિલાયન્સ રિટેલનાં ડિરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે અમે નાના વેપારીઓ સાથે સક્રિય સહયોગનાં અમારા અનોખા મોડેલ સાથે રિટેલ ઉદ્યોગનાં વિકાસની ગતિ ચાલુ રાખવાની આશા રાખીએ છીએ. અમે દેશભરમાં અમારા ગ્રાહકોને મૂલ્ય આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

યોજના હેઠળ, રિટેલ એન્ડ હોલસેલ સાહસોને આરઆરવીએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ (આરઆરએફએલ) ને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગને આરઆરવીએલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. સંપાદનનાં ભાગ રૂપે, ફ્યુચર ગ્રુપ કેટલીક કંપનીઓને ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એફઇએલ) માં મર્જ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.