બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીહતમાં આયુષ્માને રણવીરને તેના ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ પર એડ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ રણબીરે ઝડપથી ફોન મૂકી દીધો, કેમ કે દીપિકા પાદુકોણે તેને ઠપકો આપવા લાગી હતી.
આયુષ્માન ખુરાના તેના ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો અને ચેટ કરી રહ્યો હતો. તેણે રણવીર સિંહને જોડાવાનું વિચાર્યું. રણવીર ત્યારે ઉંઘમાંથી જગ્યો હતો અને તેને ખબર જ ન હતી કે શું થઈ રહ્યું છે. તેણે પ્રેક્ષકોને પોતાના લાંબા વાળ બતાવ્યા, જેના પર આયુષ્માન એ પણ જણવ્યું કે તે પણ કટીંગ કરતો નથી.
Ranveer Singh joining Ayushmann Khurrana live on Instagram ♥️
_
He just woke up 🤣♥️ pic.twitter.com/OeHQQdSXeM— RanveerSingh TBT | #83🏏♥️ (@RanveerSinghtbt) June 5, 2020
ઇન્સ્ટાગ્રામ પર લાઇવ વાત કરતી વખતે, બંને હસતા અને જોરથી વાત કરતા જોવા મળ્યા, પરંતુ તે પછી રણવીરે કેમેરાની બીજી તરફ જોયું અને નર્વસ થઈ ગયો. તેણે કહ્યું- ‘ઓકે બાય બાય .. ભાભી ગુસ્સો કરી રહી છે, એમ કહીને હું ઝૂમ કોલ કરી રહી છું, બૂમ ના પાડો.’ આ સાંભળીને આયુષ્માન ખુરાનાએ કહ્યું- ‘ I LOVE YOU AND I MISS YOU. રણવીરે જવાબ આપતા કહ્યું- I LOVE YOU આયુ”. આ પછી રણબીરે તરત જ ફોન કાપી નાખ્યો.
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના કાન્સ ગ્રીન રૂમની મસ્તી કરતી પળોને યાદ કરતી એક પોસ્ટ શેર કરી હતી દીપિકાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અભિનેત્રી બાથરોબમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
યંગસ્ટર્સના વચ્ચે ધમાલ મચાવનારી ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’ એ તાજેતરમાં જ રિલીઝના 7 વર્ષ પુરા થયા છે. જેને યાદ કરતા અભિનેત્રી દીપિકા પાદુકોણે રણબીર કપૂર સાથેની તસવીરો શેર કરતાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જીએ કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા, રણબીર, આદિત્ય રોય અને કલ્કી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સીતાભો ટૂંક સમયમાં જ ઓનલાઇન રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફિલ્મ 83 ફિલ્મોમાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
