Not Set/ લીંબડીમાં એક માસ પહેલા પ્રેમી-પ્રેમીકા વચ્ચે ખેલાયેલ ખૂની ખેલમાં થયો ચોકાવનારો ખુલાસો

લીંબડી નેશનલ હાઈવે પરના સર્કલ પાસે આવેલી હોટલમાં એક મહિના પહેલા ખેલાયેલા પ્રેમી અને પ્રેમીકા વચ્ચેના ખૂની ખેલમાં હવે નવો ખુલાસો થયો છે. જેમાં પ્રેમીએ કહ્યું હતું કે, બર્થડે ગીફ્ટ આપવાનું કહીં મારી આંખો પર પટ્ટી બાંધી હુમલો કર્યો હતો.  આ ઘટનાની વિગતો જોઈએ તો ગત 25 જૂને ચુડા તાલુકાના કંથારીયાના દિવ્યરાજસિંહ બી.રાણા ધોળકામાં રહેતી […]

Gujarat Others

લીંબડી નેશનલ હાઈવે પરના સર્કલ પાસે આવેલી હોટલમાં એક મહિના પહેલા ખેલાયેલા પ્રેમી અને પ્રેમીકા વચ્ચેના ખૂની ખેલમાં હવે નવો ખુલાસો થયો છે. જેમાં પ્રેમીએ કહ્યું હતું કે, બર્થડે ગીફ્ટ આપવાનું કહીં મારી આંખો પર પટ્ટી બાંધી હુમલો કર્યો હતો. 

આ ઘટનાની વિગતો જોઈએ તો ગત 25 જૂને ચુડા તાલુકાના કંથારીયાના દિવ્યરાજસિંહ બી.રાણા ધોળકામાં રહેતી પ્રેમીકા નફીસાબાનુ શેખ સાથે બર્થડેની ઉજવણી કરવા ગયા હતા. પરંતુ થોડીવારમાં દિવ્યરાજસિંહ લોહીલુહાણ હાલતમાં રૂમની બહાર નીકળ્યા હતા. હોટલના સ્ટાફે રૂમમાં જઈ જોયું તો નફીસાબાનુ લોહીથી લથબથ હાલતમાં પડી હતી. ત્યારબાદ તેમણે લીંબડી પોલીસ મથકે આ અંગે જાણ કરતા પીએસઆઈ સંજય વરૂ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હોટલના રૂમમાં લોહીથી તરબોળ યુવતીની લાશ ગળાના ભાગે ગંભીર ઈજા પામેલા યુવાન વચ્ચે શું બન્યું હશે તે કહેવું પોલીસ માટે પણ મુશ્કેલ બન્યું હતું.

યુવતીના મૃતદેહને પીએમ માટે લીંબડી યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. યુવકને ગળાના ભાગે રેમ્બો છરીનો ઊંડો ઘા વાગતા સ્વરપેટીમાં નુકસાન થયું હતું. જેના કારણે યુવક બોલી નહીં શક્તા તેનું નિવેદન લઈ શકાય તેમ નહોતું.

જેથી આ મામલે સવાલો ઉભા થયા હતા કે, પ્રેમી-પ્રેમીકા વચ્ચે હોટલના બંધ રૂમમાં શું બન્યું હશે? પ્રેમીએ પ્રેમીકાની હત્યા કરી તો તેના ઉપર જીવલેણ હુમલો કોણે કર્યો? શું હોટલના રૂમમાં અન્ય કોઈ વ્યક્તિ હશે? પ્રેમી-પ્રેમીકાને આત્મહત્યા કરવી હતી તો આવો ક્રુર રસ્તો કેમ? નફીસાનું નાવ્યાબા વાંક નામનું આધારકાર્ડ કોણે કાઢી આપ્યું? સહિતના અનેક સવાલો પંથકના લોકો માટે ચર્ચાનો વિષય બન્યા હતા. પોલીસ માટે ખૂની ખેલનો કોયડો ઉકેલવો અઘરો સાબીત થયો હતો.

ત્યારબાદ લીંબડી પોલીસ દ્વારા તપાસમાં મર્ડર મિસ્ટ્રીની સાંકળની અલગ અલગ કડીઓ ભેગી કર્યું. ઘટના અંગે યુવાનનું લેખિત નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે, 1 વર્ષ પહેલા નફીસાબાનુ સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. નફીસાએ મિત્રતાને પ્રેમનું સ્વરૂપ આપીને લગ્ન કરવાની જીદ પકડી હતી. હું તેને સમજાવતો કે આપણાં બન્ને વચ્ચે લગ્ન શક્ય નથી. ક્યારેક તે માની પણ જતી હતી.

આ દરમિયાન 25 જૂને મારો જન્મદિવસ હતો એટલે તે મને મળવા લીંબડી આવી. અમે બન્ને રૂમમાં ગયા ત્યારે તેને બર્થડેની સર્પ્રાઈઝ ગીફ્ટ આપવાનું કહીં મારી આંખો પર પટ્ટી, હાથમાં લુંગી બાંધી દીધી હતી. મને ઉંઘો સુવડાવી તેને મને પુછ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ. મેં ના પાડી અને નફીસાએ મારા ગળામાં છરી ભોંકી દીધી મે બચવા પ્રયત્ન કર્યો ત્યાં સુધીમાં તો તેને મારી છાતીમાં છરીના 3 ઘા ઝીંકી દીધા. જેમ તેમ કરી મારા હાથ છૂટ્યા એટલે મેં તેના હાથમાંથી છરી આંચકી લીધી. એ જ છરીએ મેં તેના શરીર ઉપર વાર કર્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.