Ahmedabad News: ગુજરાત સરકારે નાગરિકો (Citizend)ને ઘરે બેઠા લાયસન્સ મળે તે માટે એક ખાસ કમિટી (Committee)ની રચના કરી છે. લર્નિંગ લાયસન્સ (Learning License) મેળવવા હવે લોકોને ધક્કા ખાવામાંથી છુટકારો મળશે. રાજ્ય સરકારે નવા લાયસન્સ ધારકો માટે ખાસ નિર્ણય લીધો છે.
સરકારના પરિવહન વિભાગે (Transport Department) લર્નિંગ લાયસન્સ (Learning License) મેળવનારા અરજદારો માટે કમિટી (Committee)ની રચના કરી છે. આ સમિતિ લાયસન્સ મેળવવા સુધીની બધી સુવિધાનો અભ્યાસ કરશે. વધુમાં આઈટીઆઈ, પોલીટેકનિકમાં ઈશ્યૂ થતાં લાયસન્સ (License) ને પણ બંધ કરવામાં આવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. ઘરે બેઠા જ હવે બધી પ્રક્રિયા થઈ જશે. જેના માટે સરકારે 8 RTO અધિકારીઓની કમિટી બનાવી છે. લર્નિંગ લાયસન્સના નિર્ણયમાં પણ ફેરફાર થશે.
આ પણ વાંચો:RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ
આ પણ વાંચો:વડોદરા RTO વિભાગે 1 વર્ષમાં 5 કરોડથી વધુની કરી રિકવરી, 100થી વધુ લાયસન્સ કર્યા રદ
આ પણ વાંચો:નકલીનો વધ્યો કારોબાર, નખત્રાણામાં ઝડપાયું નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ
