કોરોના વાયરસને કારણે લોકડાઉન 3 મે સુધી લંબાવાયા બાદ સરકારે બુધવારે નવી માર્ગદર્શિકા જારી કરી હતી. આ માર્ગદર્શિકા 3 મે સુધી જારી કરવામાં આવી છે, જ્યાં સુધી લોકડાઉન ચાલશે. મંગળવારે સવારે વડા પ્રધાન મોદીએ આ સમગ્ર મામલે આજે એટલે કે બુધવારે માર્ગદર્શિકા બહાર પાડવાની વાત કરી હતી.
સુધારેલા માર્ગદર્શિકા મુજબ હવાઈ, રેલવે અને માર્ગ દ્વારા મુસાફરી, શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓનું સંચાલન, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ, સિનેમા હોલ અને શોપિંગ સંકુલ પર પ્રતિબંધો યથાવત રહેશે. તમામ સામાજિક, રાજકીય અને અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ પણ યથાવત રહેશે. આ સિવાય જ્યાં સુધી દેશમાં લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી તમામ ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે.
વળી, કાર્યસ્થળ અને જાહેર સ્થળોએ હોમમેઇડ માસ્કનો ઉપયોગ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. સુધારેલા માર્ગદર્શિકા મુજબ સેનિટાઈઝર્સને ઓફિસોમાં ઉપલબ્ધ કરાવવા, માર્ગદર્શિકા પ્રમાણે શિફ્ટ ચલાવવી અને થર્મલ સ્ક્રિનિંગનાં ઓર્ડર આપવામાં આવ્યા છે.
સરકારે કહ્યું છે કે, સુધારેલી ગાઇડલાઇન્સ લોકડાઉનનાં પહેલા તબક્કા દરમિયાન મળેલા ફાયદાને ધ્યાનમાં રાખીને છે અને બીજા તબક્કામાં કોરોના ચેપને રોકવા માટે છે. આ સાથે જ, સરકાર બીજા લોકડાઉન દરમિયાન ખેડૂતો અને મજૂરો અને દૈનિક વેતન મેળવનારાઓને રાહત આપવાનું લક્ષ્ય ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
