Canada News/ કેનેડામાં ભારતીય યુવકનું રહસ્યમય મોત, સળગેલી કારમાંથી મળ્યો મૃતદેહ; હત્યા પાછળ કોઈની સાજિશની આશંકા

Tushar Sharma Death: કેનેડાના લેંગલીમાં સળગેલી કારમાંથી 25 વર્ષીય ભારતીય યુવક તુષાર શર્માનો મૃતદેહ મળ્યો છે. પોલીસને ટાર્ગેટ કિલિંગની આશંકા છે અને વિશેષ ટીમ તપાસ કરી રહી છે.

Top Stories India World
Tushar Sharma Death: કેનેડામાં ભારતીય યુવકના મોતથી ચકચાર, સળગેલી કારમાંથી મળ્યો મૃતદેહ

Canada News: કેનેડાના બ્રિટિશ કોલંબિયા (British Columbia News) પ્રાંતમાં સળગેલી કારમાંથી ભારતીય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ 25 વર્ષીય તુષાર શર્મા તરીકે થઈ (Tushar Sharma Death) છે, જે સરે વિસ્તારમાં રહેતો હતો. પોલીસને આશંકા છે કે તુષારની પૂર્વયોજિત રીતે હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે કારને આગ લગાવવામાં આવી હોઈ શકે છે. હાલ આ મામલે વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.

Tushar Sharma Death: સળગેલી કારમાંથી મળ્યા માનવ અવશેષો

આ ઘટના 29 ઓક્ટોબરના રોજ લેંગલી વિસ્તારમાં બની હતી. રોલિન્સન ક્રેસન્ટના 23300 બ્લોકમાં એક કારમાં આગ લાગી હોવાની માહિતી ઇમરજન્સી સર્વિસને મળી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી રહ્યા હતા ત્યારે કારની અંદરથી માનવ અવશેષો મળી આવ્યા હતા. તપાસમાં મૃતકની ઓળખ તુષાર શર્મા તરીકે થઈ (Canada Indian Man Death) હતી.

ટાર્ગેટ કિલિંગની આશંકા, હત્યા પાછળનું કારણ અસ્પષ્ટ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેનેડાની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT)એ તપાસ શરૂ કરી છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, તુષારનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો અને કેનેડામાં તેના સંપર્કો પણ મર્યાદિત હતા.

પ્રાથમિક તપાસમાં આ ઘટના અચાનક બનેલી ઘટના નહીં, પરંતુ ટાર્ગેટેડ કિલિંગ હોઈ શકે તેવી આશંકા (Targeted Killing Suspected) વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. IHITનાં પ્રવક્તા સાર્જન્ટ ફ્રેડા ફોંગે જણાવ્યું હતું કે પોલીસ કેનેડા અને વિદેશમાં રહેતા તુષારના પરિવારજનો તથા પરિચિતોની પૂછપરછ કરી રહી છે, જેથી ઘટનાક્રમની કડીઓ મેળવી શકાય.

ભારતીય વાણિજ્ય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક

તુષારના મોત અંગે વાનકુવર સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે પણ શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે બ્રિટિશ કોલંબિયાના લેંગલીમાં 25 વર્ષીય ભારતીય નાગરિક તુષાર શર્માના અવસાનથી તેઓ દુઃખી છે.

દૂતાવાસના અધિકારીઓ મૃતકના પરિવારજનો અને સ્થાનિક પોલીસના સતત સંપર્કમાં છે. સાથે જ સમગ્ર તપાસ પર નજર રાખવામાં આવી રહી છે.

કેનેડિયન પોલીસે લોકો પાસે માહિતી માગી

તપાસમાં મદદ મળે તે માટે કેનેડિયન પોલીસે જાહેર જનતાને આગળ આવવાની અપીલ કરી છે. ખાસ કરીને 29 ઓક્ટોબર પહેલાં તુષારની ગતિવિધિઓ અથવા તેના રહેઠાણ અંગે કોઈ માહિતી ધરાવતા લોકોને પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, લોકો પાસેથી મળતી નાની માહિતી પણ તપાસમાં મહત્ત્વની સાબિત થઈ શકે છે. હાલ પોલીસ હત્યા પાછળનું કારણ અને તેમાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: સુરત સિવિલ કોર્ટમાં યુવકનું રહસ્યમય મોત, પરિવારનો પોલીસ કસ્ટડીમાં મારપીટનો આક્ષેપ; તપાસની માંગ

આ પણ વાંચો: વડોદરાની હોટલમાં યુવકનું રહસ્યમય મોત: રાત્રે 3 વાગ્યે રૂમ બુક કર્યો, સવારે મૃતદેહ મળ્યો

આ પણ વાંચો: ઇઝરાયલમાં 1 ભારતીય કામદારનું રહસ્યમય મોત, પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી