Not Set/ લોકડાઉન વચ્ચે SBI એ પોતાના ખાતાધારકોને કર્યા એલર્ટ, કહ્યુ- ભૂલથી પણ ન કરે આ કામ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના 42 કરોડ એકાઉન્ટ ધારકોને એલર્ટ કરી દીધા છે. એસબીઆઇએ તેના ગ્રાહકોને મોબાઇલ ફોન પર આવતા એસએમએસ પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. આ એક સંદેશ દ્વારા લોકોને લૂંટી તેમના ખાતામાંથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. એસબીઆઈએ ટ્વીટ કરીને એકાઉન્ટ ધારકોને ચેતવણી આપી છે. બેંકે ખાતા […]

Business
b55e2212b75025e6b2e6bd1e93707794 લોકડાઉન વચ્ચે SBI એ પોતાના ખાતાધારકોને કર્યા એલર્ટ, કહ્યુ- ભૂલથી પણ ન કરે આ કામ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ફ ઇન્ડિયાએ તેના 42 કરોડ એકાઉન્ટ ધારકોને એલર્ટ કરી દીધા છે. એસબીઆઇએ તેના ગ્રાહકોને મોબાઇલ ફોન પર આવતા એસએમએસ પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. આ એક સંદેશ દ્વારા લોકોને લૂંટી તેમના ખાતામાંથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. એસબીઆઈએ ટ્વીટ કરીને એકાઉન્ટ ધારકોને ચેતવણી આપી છે. બેંકે ખાતા ધારકોને આ સંદેશ પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. વળી મોબાઇલ વોલેટ કંપની પેટીએમએ પણ લોકડાઉનમાં વધુ છેતરપિંડીનાં કેસો અંગે ચેતવણી આપી છે.

6be16e081940de166a025feeda3d4f0e લોકડાઉન વચ્ચે SBI એ પોતાના ખાતાધારકોને કર્યા એલર્ટ, કહ્યુ- ભૂલથી પણ ન કરે આ કામ

કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે છેતરપિંડીનાં કિસ્સા પણ ઝડપથી વધી રહ્યા છે. એસબીઆઈએ તેના ખાતા ધારકોને એલર્ટ કરી દીધા છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ટ્વિટ કરી પોતાના એકાઉન્ટ ધારકોને મોકલ્યું છે. એકાઉન્ટ ધારકોને એસએમએસ, ઇમેઇલ દ્વારા પણ એલર્ટ કરવામાં આવેલ છે. એસબીઆઈએ તેના ખાતા ધારકોને ઇન્કમ ટેક્સ રિફંડ સંદેશ વિશે ચેતવણી આપી છે.  વળી બેંકે તેના ખાતા ધારકોને અપીલ કરી છે કે આ છેતરપિંડીનાં સંદેશા પર વિશ્વાસ ન કરો અને તે સંદેશને ક્લિક ન કરો. બેંકે ખાતા ધારકોને ઈન્કમટેક્સ રીફંડ અંગે મોકલેલા સંદેશને અવગણવાની તક આપી છે. એસબીઆઇએ ગ્રાહકોને અપીલ કરી છે કે કોઈ પણ શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરો. એસબીઆઈની આ અપીલ પર, આવકવેરા વિભાગે પણ ટ્વિટ કર્યું છે કે કરદાતાઓને બે રિફંડ સાથે મોકલવામાં આવતા સંદેશને ફિશિંગ સંદેશ કહેવામાં આવે છે.

aff1e35a1988441ec8067098ecbd6dd4 લોકડાઉન વચ્ચે SBI એ પોતાના ખાતાધારકોને કર્યા એલર્ટ, કહ્યુ- ભૂલથી પણ ન કરે આ કામ

આઇટી વિભાગે કહ્યું છે કે, કરદાતાઓને ચેતવણી આપવાની જરૂર છે. આવી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. વળી આવકવેરા વિભાગે કહ્યું છે કે કરદાતાઓએ ફેક લિંક પર ક્લિંક ન કરે જે રિફંડ દેવાનો વાયદો કરે છે. પેટીએમએ તેના ખાતા ધારકોને નકલી સંદેશાઓ વિશે સજાગ રહેવાની પણ અપીલ કરી છે. પેટીએમનાં સ્થાપક વિજય શેખરે એક ચેતવણી જારી કરતાં કહ્યું છે કે, ગ્રાહકોએ પૈસા બમણાં કરવા જેવા બનાવટી સંદેશાઓ અંગે સજાગ રહેવું પડશે. વિજય શેખરે ટ્વિટર પર જણાવ્યું હતું કે, પૈસા બમણા કરવા માટે પેટીએમ દ્વારા કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. તેમણે યૂઝર્સને એક સ્ક્રીનશ શોટ શેર કરતાં કહ્યું કે, લોકોએ સજાગ રહેવાની જરૂર છે. જો કે યૂઝર્સને એક સંદેશ મોકલવામાં આવ્યો હતો કે તેઓ પેટીએમ દ્વારા જે રકમ મોકલે છે તે રકમ તેમને બમણી રકમ કરીને પરત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.