AI Partner in Bedroom: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી હવે માત્ર ઓફિસના કામકાજ કે અભ્યાસ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે માણસના બેડરૂમ અને અત્યંત અંગત જીવન સુધી પહોંચી ચૂકી છે. જાણીતી ડેટિંગ એપ ‘ગ્લીડેન’ (Gleeden) દ્વારા કરવામાં આવેલા એક લેટેસ્ટ અને ચોંકાવનારા સર્વે અનુસાર, હવે મોટી સંખ્યામાં લોકો પોતાની યૌન ઈચ્છાઓ અને સંબંધોમાં નવો ‘સ્પાર્ક’ લાવવા માટે AI સાથે કનેક્ટ થઈ રહ્યા છે. આ સર્વેના પરિણામો દર્શાવે છે કે પુરુષ હોય કે સ્ત્રી, લોકો હવે પોતાના વાસ્તવિક પાર્ટનરના બદલે AI સાથે અંતરંગ અને કામુક વાતો કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
વિગતવાર ડેટા જુઓ (Survey Statistics):
ગ્લીડેનના આ વિસ્તૃત સર્વેમાં ભારતના Tier 1 અને Tier 2 શહેરોના 1,500 થી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય સંબંધોમાં AI ની એન્ટ્રી બાદ ડેટિંગ, ઇન્ટિમસી (અંતરંગતા), લાગણીઓ અને બેવફાઈ પર પડતી અસરોને તપાસવાનો હતો, જેના આંકડા નીચે મુજબ છે:
49% લોકો એ સ્વીકાર્યું છે કે તેમણે જીવનમાં ઓછામાં ઓછી એક વખત પોતાના પાર્ટનર સાથે ફિઝિકલ થવાના બદલે AI સાથે ઇન્ટિમેટ વાતો કરવાનું પસંદ કર્યું છે.
63% લોકો એ પોતાના પાર્ટનરને આકર્ષવા, નવા પાર્ટનરને શોધવા અથવા ડેટિંગ લાઈફ વધુ સારી બનાવવા માટે AI નો ઉપયોગ એક ‘સેક્સ્યુઅલ કોચ’ તરીકે કર્યો છે.
60% લોકો સેક્સ અને અંગત જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ અંગે સલાહ લેવા માટે AI ની મદદ લઈ રહ્યા છે.
64% યુઝર્સ એ પોતાના પાર્ટનર સાથેના સંબંધોને સુધારવા અને મજબૂત કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.
54% લોકો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સેક્સ્યુઅલ ચેટિંગ (કામુક વાતો) કર્યું હોવાની વાત કબૂલી છે.
58% લોકો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પોતાના વર્ચ્યુઅલ પાર્ટનર તરીકે અપનાવી લીધું છે.
52% યુઝર્સ એ પર્સનલ એડલ્ટ કન્ટેન્ટ (કામુક સામગ્રી) બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો સહારો લીધો છે.
49% લોકો એ સેલિબ્રિટીઝના ડીપફેક (Deepfake) ફોટો કે વીડિયો બનાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
યુવા પેઢી માટે આકર્ષણ, પરંતુ 65% લોકો હજુ પણ સતર્ક (AI)
અત્યાર સુધી લોકો ઈન્ટરનેટ પર એડલ્ટ ફિલ્મો (Porn) જોઈને સંતોષ મેળવતા હતા, પરંતુ હવે યુવા પેઢી AI ને પોતાના વાસ્તવિક સેક્સ્યુઅલ પાર્ટનર કરતા પણ વધુ આકર્ષક માની રહી છે. ભારતમાં હવે AI માત્ર સલાહ આપવા પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે વર્ચ્યુઅલ લાઈફ પાર્ટનરનું સ્થાન લઈ રહ્યું છે. જોકે, આ આધુનિક પરિવર્તન વચ્ચે પણ સર્વેમાં સામેલ 65% લોકોનું હજી પણ સ્પષ્ટપણે માનવું છે કે AI ભલે તમારી સાથે ગમે તેવી કામુક વાતો કરી લે કે સંબંધોમાં સ્પાર્ક લાવી આપે, પરંતુ અંતે તો આ એક માત્ર ડિજિટલ ભ્રમણા (Illusion) જ છે, જે ક્યારેય સાચા માણસની જગ્યા લઈ શકે નહીં.

