Not Set/ લો બોલો!! હવે ચીનનો દાવો, બ્રાઝિલથી આવેલા ચિકન વિગ્સમાં મળી આવ્યો કોરોનાવાયરસ

  દક્ષિણ ચીનનાં શેનઝેન શહેરમાં બ્રાઝિલનાં આયાત કરેલા ચિકન વિગ્સમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં કોરોનાવાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાસને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, શેનઝેનનાં લોન્ગાગ જિલ્લામાં આયાત કરેલા ફ્રોજન ફૂડની તપાસ દરમિયાન, ચિકન વિગ્સમાંથી લેવામાં આવેલા સપાટીનાં નમૂનામાં કોરોનાવાયરસ મળી આવ્યો હતો. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, શેનઝેનનાં આરોગ્ય અધિકારીઓએ તુરંત જ લોકોને […]

World
d4d948f0a6242721b359c339c37fe78f લો બોલો!! હવે ચીનનો દાવો, બ્રાઝિલથી આવેલા ચિકન વિગ્સમાં મળી આવ્યો કોરોનાવાયરસ
 

દક્ષિણ ચીનનાં શેનઝેન શહેરમાં બ્રાઝિલનાં આયાત કરેલા ચિકન વિગ્સમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં કોરોનાવાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાસને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, શેનઝેનનાં લોન્ગાગ જિલ્લામાં આયાત કરેલા ફ્રોજન ફૂડની તપાસ દરમિયાન, ચિકન વિગ્સમાંથી લેવામાં આવેલા સપાટીનાં નમૂનામાં કોરોનાવાયરસ મળી આવ્યો હતો.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, શેનઝેનનાં આરોગ્ય અધિકારીઓએ તુરંત જ લોકોને શોધી કાઠી અને તેમનુ ટેસ્ટ કર્યુ, જે આ ઉત્પાદનનાં સંપર્કમાં આવ્યા હોઇ શકે છે, અને બધા ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ, સ્ટોકમાં સંબંધિત તમામ ઉત્પાદનો સીલ કરી દેવામાં આવ્યા છે, અને તમામનાં ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. અધિકારીઓએ બ્રાન્ડનાં નામ જાહેર કર્યા નથી, પરંતુ તે બ્રાન્ડનાં બધાં ઉત્પાદનોને ટ્રેસ કરી દેવામાં આવ્યાં છે, અને જ્યાં આ ચિકન વિગ્સ સંગ્રહિત કરવામાં આવ્યુ હતુ ત્યાં જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ એક અહેવાલ મુજબ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન  સહિતનાં ઘણા આરોગ્ય અધિકારીઓ કહે છે કે ફૂડ આઇટમ દ્વારા વાયરસ પકડમાં આવાની સંભાવના ઘણી ઓછી છે. ડબ્લ્યુએચઓ જણાવ્યુ છે કે, “ખાદ્યપદાર્થો અથવા તેમની પેકિંગને કારણે લોકોમાં કોરોનાવાયરસ ચેપ લાગવાની સંભાવના ઘણી ઓછી છે.” સીડીસીનાં અનુસાર, “ફૂડ પ્રોડક્ટ્સ, તેમનું પેકિંગ અથવા બેગથી વાયરસની સંભાવનાઓ ઘણી ઓછી છે. ચેપ થવાની સંભાવનાઓ અત્યંત ઓછી માનવામાં આવે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.