Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસના બીજા ચરણમાં અમેરિકા પહોંચ્યા

પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડ્સ એમ ત્રણ દેશોના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસના બીજા ચરણમાં અમેરિકા પહોંચ્યા છે….જ્યાં અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રૂઝ ખાતે એમનાં એર ઈન્ડિયા વિશેષ વિમાને ઉતરાણ કર્યું હતું….ત્યાં એમનું સ્વાગત અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત નવતેજ સરના, એમના પત્ની અવિના સરના અને દિલ્હી સ્થિત યૂએસ દૂતાવાસના ચાર્જ દ અફેર્સ મેરીકે […]

Uncategorized
modiji mantavya news વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસના બીજા ચરણમાં અમેરિકા પહોંચ્યા

પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડ્સ એમ ત્રણ દેશોના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસના બીજા ચરણમાં અમેરિકા પહોંચ્યા છે….જ્યાં અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રૂઝ ખાતે એમનાં એર ઈન્ડિયા વિશેષ વિમાને ઉતરાણ કર્યું હતું….ત્યાં એમનું સ્વાગત અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત નવતેજ સરના, એમના પત્ની અવિના સરના અને દિલ્હી સ્થિત યૂએસ દૂતાવાસના ચાર્જ દ અફેર્સ મેરીકે લોસ કાર્લસને કર્યું હતું.અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના કેટલાક લોકો પણ જોઈન્ટ બેઝ એન્ડ્રૂઝ ખાતે હાજર હતા… અને વડાપ્રધાન મોદી એમને પણ મળ્યા હતા.ભારતીય સમુદાયના લોકોએ તો મોદીનું વિમાન આવી પહોંચ્યું એ સાથે જ ‘મોદી-મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું…. અમેરિકામાં બે દિવસના રોકાણ દરમિયાન પીએમ મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અમેરિકાની ટોચની કોર્પોરેટ કંપનીઓના સીઈઓને મળશે.