વલસાડ:
વલસાડ જિલ્લામાં ચૂંટણી દરમ્યાન સુરક્ષા બંદોબસ્ત માટે બીએસએફના જવાનોને તૈનાત કરાયા છે. 600 જવાનોની આખી રેક તેના અધિકારી ગીરીશચંદ પુરોહિતની આગેવાની હેઠળ વલસાડ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. બીએસએફની વર્દીમાં સજ્જ આ જવાનો વલસાડ શહેર અને જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં ફરજ બજાવશે. વલસાડ જિલ્લો ગુજરાતની બોર્ડર પર આવેલ છે. સ્ટેશન પર ઊતર્યા પછી જવાનો તેમને સોંપવામાં આવેલ વિસ્તારોમાં ફરજ બજાવવા માટે રવાના થઇ ગઇ હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે ચૂંટણી પંચ દ્વારા સુરક્ષાત્મક પગલાં લેવાઇ રહ્યા છે જે અંતર્ગત પોલીસની સાથે-સાથે પેરા મિલિટ્રી ફોર્સેસને પણ તૈનાત કરાઇ રહ્યા છે.
