Not Set/ વાઈરલ વિડીયો/ વડોદરા કોરોના દર્દીના ભોજનમાંથી નીકળી જીવત

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જુન મહિનાનું અનલોક ગુજરાતને માથે કહેર બની આવ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોના ની સારવાર મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. ત્યાં વડોદરાના એક દર્દીએ હોસ્પિટલ સત્તાવાળાની બેદરકારીનો વિડીયો વાયરલ કર્યો છે. વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ સારવાર અને સુવિધા મુદ્દે તે સતત વિવાદોમાં રહી છે. ગોત્રી […]

Gujarat Vadodara
b8c9e4910b63eff6b6f5ae5098637770 વાઈરલ વિડીયો/ વડોદરા કોરોના દર્દીના ભોજનમાંથી નીકળી જીવત

ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જુન મહિનાનું અનલોક ગુજરાતને માથે કહેર બની આવ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોના ની સારવાર મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે. ત્યાં વડોદરાના એક દર્દીએ હોસ્પિટલ સત્તાવાળાની બેદરકારીનો વિડીયો વાયરલ કર્યો છે.

વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ સારવાર અને સુવિધા મુદ્દે તે સતત વિવાદોમાં રહી છે. ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓનાં ભોજનમાં જીવાત હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

ભાવિન પાટડીયા નામાના દર્દીએ આ વીડિયો વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ વીડિયોમાં તેણે હોસ્પિટલમાં પાણી પણ પુરતુ નહી મળતું હોવાનની સાથે ભોજનની ગુણવત્તા ખુબ જ ખરાબ હોવાના આક્ષેપ કર્યા છે. સાથે સાથે ભોજનમાંથી જીવાત નિકળી હોવાનું તે જણાવી રહ્યો છે. ફરિયાદ કર્યા બાદ દોઢ કલાક જેટલો સમય થઇ ગયો હોવા છતા હોસ્પિટલ તંત્ર દ્વારા બીજી કોઇ વ્યવસ્થા નહી કરી હોવાનું જણાવ્યું હતું. તેણે હોસ્પિટલનાં સ્ટાફનો વ્યવહાર દર્દીઓ સાથે પશુઓ જેવો હોવાો દાવો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.