ગુજરાત/ રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા

રાજકોટમાંથી ગઈકાલે નકલી પનીર બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ હતી અને ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે.

Top Stories Gujarat Surat
સુરત

@અમિત રૂપાપરા 

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વહેલી સવારથી જ તમામ ઝોનમાં અલગ અલગ પનીર વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પનીરના સેમ્પલ લઇ તેને લેબોરેટરીમાં તપાસરથી મોકલવામાં આવ્યા છે. જો કોઈ દુકાનદારની ગેરરીતિ રિપોર્ટમાં સામે આવશે તો તેની સામે ફૂડી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટમાંથી ગઈકાલે નકલી પનીર બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ હતી અને ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. ઉનાળુ વેકેશનનો સમય ચાલી રહ્યો છે તેવા સમયે લોકો પનીરનો ઉપયોગ પણ મહત્તમ કરતા હોય છે. પનીરમાંથી બનાવવામાં આવેલી વાનગીઓની ડિમાન્ડ પણ ખૂબ જ વધતી હોય છે. ત્યારે આ પનીરને લઈને લોકોનું આરોગ્ય જોખમમાં ન આવે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવેલી ડેરી તેમજ અન્ય પનીર વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Untitled 6 4 રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા

સુરત મહાનગરપાલિકાના અલગ અલગ 9 ઝોન વિસ્તારમાં વિભાગની 18 જેટલી ટીમો દ્વારા વહેલી સવારથી જ પનીર વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓને ત્યાંથી પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલને આગામી દિવસોમાં તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. 15 દિવસ બાદ આ પનીરનાને સેમ્પલ લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવશે. ત્યારબાદ જો કોઈ ડેરી કે પછી પનીર વિક્ર્તાય પનીરમાં ભેળસેળ કરી હશે અને અન્ય કોઈ ખામીઓ આ સેમ્પલમાં જણાશે તો જે તે દુકાનદાર સામે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Untitled 6 રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા

મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે આ પ્રકારની ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે અગાઉ મસાલાના વિક્રેતાઓને ત્યાં પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી સારો ફાયદો અપાવવાની લાલચ આપી 65 લાખ પડાવનારા 3 સાયબર ક્રાઈમના હાથે ઝડપાયા

આ પણ વાંચો:સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

આ પણ વાંચો:માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ, હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી

આ પણ વાંચો:હવે પનીર પણ બનાવટી, આરોગ્ય વિભાગે 1,600 કિલો નકલી પનીર જપ્ત કર્યુ

આ પણ વાંચો:ચોરી કરીને ફકીરનો વેશ ધારણ કરી દરગાહમાં રહેતો ચોર સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથ ઝડપાયો