Not Set/ વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ બિહારને આપી મોટી ભેટ———-

  બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારને લગભગ નવ કરોડની ભેટ આપી છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલિયમ ક્ષેત્રને લગતી ત્રણ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણેય પ્રોજેક્ટ બિહાર રાજ્ય સાથે જોડાયેલા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તમામ પ્રોજેક્ટ બિહાર રાજ્ય સાથે જોડાયેલા છે. […]

Uncategorized
68790941bbb1cf610cfa7a80d7010d63 1 વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ બિહારને આપી મોટી ભેટ----------
 

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારને લગભગ નવ કરોડની ભેટ આપી છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલિયમ ક્ષેત્રને લગતી ત્રણ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણેય પ્રોજેક્ટ બિહાર રાજ્ય સાથે જોડાયેલા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ તમામ પ્રોજેક્ટ બિહાર રાજ્ય સાથે જોડાયેલા છે. વડા પ્રધાને શરૂ કરેલા પ્રોજેક્ટ્સમાં, પરાદીપ-મુઝફ્ફરપુર એલપીજી પાઇપલાઇન પ્રોજેક્ટ, રાજ્યની માલિકીની ઇન્ડિયન ઓઇલ કોર્પ દ્વારા બાંધવામાં આવેલ 193 કિલોમીટર દુર્ગાપુર-બાંકા પાઇપલાઇન વિભાગ પ્રોજેક્ટ, અને બાંકા ખાતે એલપીજી બોટલિંગ પ્લાન્ટનું ઉદઘાટન પણ કરાયું હતું.

પીએમ મોદીએ આ પ્રોજેક્ટ્સની શરૂઆત વર્ચુઅલ કોન્ફરન્સિંગ દ્વારા કરી હતી. આપને જણાવી દઈએ કે ઇન્ડિયન ઓઇલનો એલપીજી બોટલિંગ પ્લાન્ટ બિહાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે 131.75 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. વળી, પરદિપ-હલ્દીયા-દુર્ગાપુર પાઈપલાઈન 4 634 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બિહાર છેલ્લા 15 વર્ષથી વિકાસના માર્ગ પર છે. યોગ્ય સરકારની મદદથી બિહારમાં વિકાસને વેગ મળ્યો છે. સરકારની નીતિઓ અને નિર્ણયો લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બિહારના દરેક ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે.

આપને જણાવી દઇએ કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓની આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં જ પીએમ મોદીએ બિહાર માટે ઘણી યોજનાઓ લાગુ કરી દીધી છે. આ પહેલા ગુરુવારે પીએમ મોદીએ બિહારમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને કૃષિ વિભાગને લગતી 294 કરોડની યોજનાઓ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.