Not Set/ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા વધીને 1500 થઈ, જાણો ભારતમાં કેટલા છે.

ગયા વર્ષે વિશ્વના અબજોપતિઓની સંખ્યા વધીને 1500 થઈ ગઈ છે. આ માહિતી સ્વિટ્ઝર્લેન્ડના મુખ્ય બેંક યુબીએસ અને પીડબલ્યુસીના શેર કરેલ વાર્ષિક અહેવાલમાં આપવામાં આવી છે. 2015 ની સરખામણીમાં આ 10 ટકા વધારે છે. દુનિયામાં લોકોને અબજોપતિ બનાવે છે પોતાનો સાહસ, હિમ્મત અને મેહનત કરીને કામ કરવાનો જુનુન. દેશમાં ઘણા એવા લોકો પણ તમને જોવા મળશે […]

World
news27.10.17 4 વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા વધીને 1500 થઈ, જાણો ભારતમાં કેટલા છે.

ગયા વર્ષે વિશ્વના અબજોપતિઓની સંખ્યા વધીને 1500 થઈ ગઈ છે. આ માહિતી સ્વિટ્ઝર્લેન્ડના મુખ્ય બેંક યુબીએસ અને પીડબલ્યુસીના શેર કરેલ વાર્ષિક અહેવાલમાં આપવામાં આવી છે. 2015 ની સરખામણીમાં આ 10 ટકા વધારે છે. દુનિયામાં લોકોને અબજોપતિ બનાવે છે પોતાનો સાહસ, હિમ્મત અને મેહનત કરીને કામ કરવાનો જુનુન.

દેશમાં ઘણા એવા લોકો પણ તમને જોવા મળશે કે જે 15 વર્ષમાં અબજોપતિ બનેલા છે અને એમની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ હોય છે. અહેવાલ અનુસાર સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા એશિયામાં જોવા મળી છે. નવા બનેલા અબજોપતિઓની ત્રણ તૃતીયાંશ ભારત અને ચીનથી આવે છે. અહેવાલો મુજબ કુલ અબજોપતિ એશિયામાંથી 637 અને યુનાઇટેડ સ્ટેટ્સથી 563 છે. યુરોપ 342 અબજોપતિઓની સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું.