અમેરિકામાં વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબાર સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસ વાર્તાલાભ કરી રહ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પત્રકારોને આ ઘટનાની જાણકારી આપી હતી. જોકે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. અહેવાલો અનુસાર, સિક્રેટ સર્વિસનાં અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, જેથી ફાયરિંગને કાબૂમાં કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સિક્રેટ સર્વિસે કરેલી કાર્યવાહીમાં ફાયરીંગ કરનાર વ્યક્તિને ગોળી વાગી છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, ‘વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ થયું હતું. પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હું સિક્રેટ સર્વિસ સ્ટાફનાં ઝડપી અને અસરકારક કાર્ય માટે તેમનો આભાર માનું છું. કોઈ શખ્સને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. એવું લાગે છે કે આ માણસને સિક્રેટ સર્વિસ દ્વારા ગોળી મારવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈનાં અનુસાર, સિક્રેટ સર્વિસે પ્રેસ કોન્ફરન્સ શરૂ થયાનાં તુરંત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સલામત સ્થળે ખસેડ્યા હતા. જેના થોડા સમય પછી જ ટ્રમ્પ પાછા ફર્યા અને પત્રકારોને ઘટનાની જાણકારી આપી હતી.
#WATCH US: Secret Service agents escorted President Donald Trump out of White House briefing room shortly after the start of a news conference.
After returning to the news conference, President Trump informed reporters that there was a shooting outside the White House. pic.twitter.com/msZou6buGP
— ANI (@ANI) August 10, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
