Not Set/ શરતોને આધિન પાક.ને આપવામાં આવશે મદદ :ટ્રમ્પ

પાકિસ્તાનમાં ચાલતાં આતંકી સંગઠનોના નેટવર્ક સામે પાક. કયા પ્રકારે પગલાં લે છે તેના આધારે જ અમેરિકાની સુરક્ષા મદદ પુરી પાડવામાં આવશે.આ અંગે ટ્રમ્પના વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે “પાક.ના ગુપ્તચરના અધિકારીઓ અને આતંકી સંગઠનો વચ્ચે લાંબા સમયથી સારા સબંધો તો છે જ. પરંતુ સબંધો રાતરાતો બદલાઇ જાય તેવું તો અમે પણ માનતા […]

World
trump pkus શરતોને આધિન પાક.ને આપવામાં આવશે મદદ :ટ્રમ્પ

પાકિસ્તાનમાં ચાલતાં આતંકી સંગઠનોના નેટવર્ક સામે પાક. કયા પ્રકારે પગલાં લે છે તેના આધારે જ અમેરિકાની સુરક્ષા મદદ પુરી પાડવામાં આવશે.આ અંગે ટ્રમ્પના વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે “પાક.ના ગુપ્તચરના અધિકારીઓ અને આતંકી સંગઠનો વચ્ચે લાંબા સમયથી સારા સબંધો તો છે જ. પરંતુ સબંધો રાતરાતો બદલાઇ જાય તેવું તો અમે પણ માનતા નથી”. યુએસએ ઇચ્છે છે કે સમય સમયે તેમાં ફેરફાર આવે.

પાકિસ્તાન  અફઘાનિસ્તાનમાં અમેરિકનોની હત્યા કરનાર આતંકીઓને સુરક્ષિત સ્વર્ગ પુરુ પાડે છે એવા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના નિવેદન પછી આ ટીપ્પણી સાંભળવા મળી હતી. અમેરિકાએ ચેતવણી આપી હતી કે આતંકીઓને પનાહ આપી  પાક. ઘણું ગુમાવશે. આપણે એ પરિવર્તનને એ વખતે જ જોઇ શકીશું જ્યારે વાતાવરણમાં બદલાવ આવશે. પરંતુ આ કંઇ રાતો રાત બનવાનું નથી. એક ચોક્કસ ખાતરી છે કે પરિવર્તન જ્યારે જોશુ ત્યારે જ એ દેખાશે.