Not Set/ શરુ થવા જઈ રહ્યું છે ‘ધ કપિલ શર્મા શો’ નું શુટિંગ, જાણો કોણ હશે પહેલા મહેમાન

કોરોના લોકડાઉન બાદ હવે ટીવી સિરિયલના શુટિંગ શરુ થઇ ગયા છે. ત્યારે આવામાં કપિલ શર્માનો લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો’ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. શોના નિર્માતાઓ કમબેકની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે તેનું શૂટિંગ જુલાઈના મધ્ય ભાગથી શરૂ થશે. તમામ માર્ગદર્શિકાઓની કાળજી લેતા, સ્ટાર્સ અને ક્રૂ મેમ્બરના સ્વાસ્થ્યનું ધ્યાન […]

Uncategorized
decbb59cc8afc2529f4739b12ce3cbea શરુ થવા જઈ રહ્યું છે 'ધ કપિલ શર્મા શો' નું શુટિંગ, જાણો કોણ હશે પહેલા મહેમાન

કોરોના લોકડાઉન બાદ હવે ટીવી સિરિયલના શુટિંગ શરુ થઇ ગયા છે. ત્યારે આવામાં કપિલ શર્માનો લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો’ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. શોના નિર્માતાઓ કમબેકની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે તેનું શૂટિંગ જુલાઈના મધ્ય ભાગથી શરૂ થશે. તમામ માર્ગદર્શિકાઓની કાળજી લેતા, સ્ટાર્સ અને ક્રૂ મેમ્બરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે. આ વખતે કપિલ શર્માના શોમાં પહેલો અતિથિ બીજો કોઈ નહીં પરંતુ સોનુ સૂદ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નવા એપિસોડના સ્ક્રિપ્ટ્સ લોક કરવામાં અવી છે. આ સિવાય કપિલ શર્મા સહિત ટીમની કાસ્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રિહર્સલ કરી રહી છે. અર્ચના પૂરણ સિંહ પણ આ શોનો ભાગ રહેશે.

 

જણાવી દઈએ કે સોનુ સૂદ સિવાય પણ ઘણા વધુ સુપરસ્ટાર્સ મહેમાન તરીકે જોડાવાના અહેવાલો છે. પરંતુ શોમાં લાઇવ ઓડિયન્સ હાજર નહીં રહે. કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરને અનુસરવામાં આવશે.

The Kapil Sharma Show kappu sharma makes fun of baccha Yadav in ...

કપિલ સાથે યુઝરે કર્યું ગેરવર્તન 

જણાવીએ કે, કપિલ શર્માએ તાજેતરમાં જ કાનપુરમાં એક એન્કાઉન્ટરમાં શહીદ થયેલા 8 જેટલા પોલીસકર્મીઓને લઈને ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, “ગુનેગારોને પકડીને મારી નાખવા જોઈએ, તો જ શહીદોની આત્માને શાંતિ મળશે.”

કપિલની આ પોસ્ટ પર એક યુઝરે કોમેડિયન સાથે ગેરવર્તન કર્યું હતું  અને કહ્યું હતું કે તે સુશાંતને લઈને પણ ટ્વીટ કરતા. કપિલે આ જ ભાષામાં જવાબ આપ્યો અને લખ્યું કે જો તમારી પાસે યોગ્ય કારણ હોય તો જ તમારું મોં ખોલો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.