Not Set/ શહનાઝ ગિલના પિતા રેપના આરોપથી થયા મુક્ત? જાણો પોસ્ટ શેર કરી શું લખ્યું

બિગ બોસની ચર્ચિત કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલ આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ  છે. થોડા દિવસો પહેલા એક મહિલાએ શહનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ જલંધરના બ્યાસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતા જણાવ્યું છે કે જ્યારે તે તેના બોયફ્રેન્ડને મળવા પહોંચી ત્યારે સંતોખ સિંહે તેને ગાડીમાં લઇ ગયો હતો અને બંદૂકની નોંક […]

Uncategorized
272921e6ea21dba6481719665ad718cf શહનાઝ ગિલના પિતા રેપના આરોપથી થયા મુક્ત? જાણો પોસ્ટ શેર કરી શું લખ્યું

બિગ બોસની ચર્ચિત કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલ આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ  છે. થોડા દિવસો પહેલા એક મહિલાએ શહનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ જલંધરના બ્યાસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતા જણાવ્યું છે કે જ્યારે તે તેના બોયફ્રેન્ડને મળવા પહોંચી ત્યારે સંતોખ સિંહે તેને ગાડીમાં લઇ ગયો હતો અને બંદૂકની નોંક પર તેના સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સંતોખ સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટો શેર કરતાની સાથે લખ્યું, ‘થોડો સમય લીધો પણ સત્ય જીતી ગયું.’ સંતોખ સિંહ બળાત્કારના કેસમાં નિર્દોષ છુટી ગયો છે.

લોકડાઉનને કારણે શહનાઝ ગિલ અને તેનો ભાઈ મુંબઇમાં ફસાયેલા છે. તેના પિતા પરના આ ગંભીર આરોપને લઈને શહનાઝ પણ ખૂબ પરેશાન થઈ ગઈ હતી. શહનાઝે થોડા દિવસો પહેલા જ આ બાબતનો ખુલાસો કર્યો હતો. શહનાઝે કહ્યું હતું કે હા, તે સાચું છે કે પંજાબ પોલીસે મારા પિતાના નામે આવા કેસ નોંધ્યા છે, પરંતુ આ એક સંપૂર્ણ ખોટો આરોપ છે. તે સ્ત્રી મારા પિતાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ વિશે ખૂબ ચિંતિત છીએ. પરંતુ આપણે જાણીએ છીએ કે કશું ખોટું નથી, તે સ્ત્રી સામે આપણી પાસે પુરાવા ઘણા છે. તે સ્ત્રી ખોટું બોલી રહી છે.

સંતોખ સિંહે થોડા સમય પહેલા પત્ની સાથે ફોટો શેર કરીને તે તમામ લોકોનો આભાર માન્યો છે. સંતોકહે લખ્યું, ‘જેઓ મારામાં વિશ્વાસ કરે છે કે હું નિર્દોષ છું તેનો ખૂબ ખૂબ આભાર.’

આપને જણાવી દઈએ કે શહનાઝ ગિલ ટીવીની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે, શહનાઝને પંજાબની કેટરિના કૈફ પણ કહેવામાં આવે છે. તે બિગ બોસની વિજેતા ન બની શકી, પરંતુ આ શોમાં તે ખૂબ પસંદ કરવામાં આવી. સિદ્ધાર્થ શુક્લા સાથેની તેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરવામાં આવી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.