Not Set/ શિવસેનાએ નરેન્દ્ર મોદીને રામ મંદિર બનાવવાની જાહેરાત કરવા કરી અપીલ

ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યું છે કે તેઓ લખનઉ જઈને રામ મંદિર બનાવવાની જાહેરાત કરે. પીએમ દશેરાનાઅવસરે લખનઉમાં રાવણ દહનના કાર્યક્રમમાં સામેલ થવાના છે. આ ઉપરાંત શિવસેનાએ મુખપત્ર સામનામાં પાક અધિકૃત કાશ્મીર અને બલૂચિસ્તાનના મુદ્દા પણઉઠાવ્યાં છે. સામનાના લેખમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાનનું આગામી લક્ષ્‍ય હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર […]

India

ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યું છે કે તેઓ લખનઉ જઈને રામ મંદિર બનાવવાની જાહેરાત કરે. પીએમ દશેરાનાઅવસરે લખનઉમાં રાવણ દહનના કાર્યક્રમમાં સામેલ થવાના છે. આ ઉપરાંત શિવસેનાએ મુખપત્ર સામનામાં પાક અધિકૃત કાશ્મીર અને બલૂચિસ્તાનના મુદ્દા પણઉઠાવ્યાં છે. સામનાના લેખમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાનનું આગામી લક્ષ્‍ય હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને બલૂચિસ્તાનની સ્વતંત્રતા છે. વડાપ્રધાનેઆગામી દિવાળી બલૂચિસ્તાનમાં જઈને મનાવી તો અમને કોઈ જ આશ્ચર્ય નહીં થાય.

શિવસેનાએ કહ્યું કે પીએમ મોદીએ વારાણસી જઈને ગંગા આરતી કરી હતી. એ જ રીતે અયોધ્યામાં જઈને રામના દર્શન કરવા જોઈએ અને રામ મંદિર બનશે એવીજાહેરાત કરીને શહીદ રામ સેવકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ.