Not Set/ શું નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ભગવાનનાં મેસેન્જર તરીકે આપશે જવાબ? : પી.ચિદમ્બરમ

  દેશનાં પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે નાણામંત્રી નિર્મલા સીતારમણનાં ‘એક્ટ ઓફ ગોડ‘ નિવેદન પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે એક પછી એક ટ્વીટ્સ કર્યા અને સરકારને પ્રશ્નો પૂછ્યા. ચિદમ્બરમે પોતાના પહેલા ટવીટમાં લખ્યું હતું કે, ‘જો આ રોગચાળો કોઈ દૈવી ઘટના છે તો આપણે 2017-18, 2018-19 અને 2019-20 દરમિયાન અર્થતંત્રનાં ગેરવહીવટને કેવી […]

Uncategorized
6337573af465583e92602998331965b0 1 શું નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ભગવાનનાં મેસેન્જર તરીકે આપશે જવાબ? : પી.ચિદમ્બરમ
 

દેશનાં પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે નાણામંત્રી નિર્મલા સીતારમણનાંએક્ટ ઓફ ગોડનિવેદન પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે એક પછી એક ટ્વીટ્સ કર્યા અને સરકારને પ્રશ્નો પૂછ્યા. ચિદમ્બરમે પોતાના પહેલા ટવીટમાં લખ્યું હતું કે, જો આ રોગચાળો કોઈ દૈવી ઘટના છે તો આપણે 2017-18, 2018-19 અને 2019-20 દરમિયાન અર્થતંત્રનાં ગેરવહીવટને કેવી રીતે વર્ણવીશું? નાણાં પ્રધાન ભગવાનનાં મેસેન્જર તરીકે જવાબ આપશે?

તેમણે વધુમાં લખ્યું, ‘મોદી સરકાર દ્વારા જીએસટી વળતર અંતરને ઘટાડવા માટે રાજ્યોને અપાયેલા બે વિકલ્પો અસ્વીકાર્ય છે. પ્રથમ વિકલ્પમાં, રાજ્યોને વળતર ઉપકર હેઠળ તેમની ભાવિ આવકનું વચન આપીને ઉધાર લેવાનું કહેવામાં આવી રહ્યુ છે. નાણાકીય બોજો સંપૂર્ણ રાજ્યો પર પડે છે. ચિદમ્બરમે લખ્યું છે કે, ‘બીજા વિકલ્પ હેઠળ, રાજ્યોને આરબીઆઈની વિંડોમાંથી ઉધાર લેવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વધુ બજાર ઉધાર છે, ફક્ત એક અલગ નામ સાથે. ફરીથી સમગ્ર આર્થિક બોજો રાજ્યો પર પડે છે. કેન્દ્ર સરકાર કોઈપણ આર્થિક જવાબદારીથી પોતાને દૂર કરી રહી છે. આ એકદમ વિશ્વાસઘાત છે અને કાયદાનું સીધું ઉલ્લંઘન પણ છે.

અગાઉ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, નોટબંધી, ‘ખામીયુક્ત જીએસટીઅને નિષ્ફળ લોકડાઉનનાં કારણે અર્થતંત્રને અસર થઇ છે. તેમણે નાણાં પ્રધાનનાં નિવેદનને ટાંકીને ટ્વીટ કર્યું હતું કે, ‘ભારતની અર્થવ્યવસ્થા ત્રણ પગલાઓથી બરબાદ થઈ હતી – નોટબંધી, ખામીયુક્ત જીએસટી અને નિષ્ફળ લોકડાઉન. આ સિવાય અન્ય વાતો ખોટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.