Not Set/ #શૂટઆઉટ/ કેનેડામાં પોલીસ યૂનિફોર્મ પહેરી હુમલાખોરે 13 લોકોને ગોળીએ વિંધ્યા

ટોરન્ટો કેનેડા (Canada)ના નોવા સ્કોટિયા (Nova Scotia)માં રવિવારે પોલીસ યૂનિફોર્મ પહેરીને હુમલખોરે અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું જેના કારણે 12 લોકોનાં મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્રોસ ફાયરિંગમાં પોલીસની ગોળીથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. કેનેડામાં 30 વર્ષ બાદ આ પ્રકારની કોઈ ઘટના જોવા મળી છે. આ […]

World

ટોરન્ટો કેનેડા (Canada)ના નોવા સ્કોટિયા (Nova Scotia)માં રવિવારે પોલીસ યૂનિફોર્મ પહેરીને હુમલખોરે અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું જેના કારણે 12 લોકોનાં મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્રોસ ફાયરિંગમાં પોલીસની ગોળીથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. કેનેડામાં 30 વર્ષ બાદ આ પ્રકારની કોઈ ઘટના જોવા મળી છે.

આ શૂટઆઉટ (Canada shootout)માં એક પોલસકર્મીનું પણ બચાવા કાર્ય દરમિયાન ગોળી વાગવાથી મોત થયું છે. આ ઘટના હેલિફેક્સ ટાઉનથી 100 કિલોમીટર ઉત્તરમાં પોર્ટપિક નામના એક કસ્બામાં બની છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી એક ઘરેથી એનક લોકો કબજામાં લીધી છે. નોંધનીય છે કે કેનેડાના આ વિસ્તારમાં પણ કોરોના સંક્રમણને કારણે લૉકડાઉન લાગુ છે. આ વિસ્તારના અનેક ઘરોમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી છે.

હુમલાખોર પોતાની જાતને પોલીસ અધિકારી સમજતો હતો

પોલીસે હુમલાખોરની ઓળખ 51 વર્ષીય ગ્રેબિયલ વોર્ટમૈન હોવાનું જણાવ્યું છે. પોલીસ મુજબ, ગેબ્રિયલ અહીંનો રહેવાસી નહોતો અને ક્યારેક પોર્ટપિકે આવતો હતો. ગેબ્રિયલ માનસિક રીતે થોડો અસ્થિર હતો અને પોતાને પોલીસ અધિકારી સમજતો હતો. ત્યાં સુધી કે તેણે પોતાની કારને પણ કેનેડા માઉન્ટેડ પોલીસ ક્રૂઝર કારની જેમ ડિઝાઇન કરાવી હતી. આ ઘટનામાં હુમલાખોરની સાથે કથિત રીતે હાજર રહેલી એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. નોવા સ્કોટિયાના પ્રીમિયર સ્ટીફન મૈકનીલે કહ્યું કે શહેરના ઈતિહાસમાં આ પ્રકારની હિંસાનો આ પહેલો મામલો છે.

નોંધનીય છે કે, અમેરિકાનો પડોશી દેશ હોવા છતાંય કેનેડામાં માસ શૂટિંગની ઘટનાઓ ખૂબ જ ઓછી સામે આવી છે. છેલ્લી વાર વર્ષ 1989માં માસ શૂટિંગનો એક મામલો સામે આવ્યો હતો જેમાં માર્ક લેપિન નામના એક શખ્સે 14 લોકોની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ દેશમાં કડક ગન કન્ટ્રોલની નીતિ લાગુ કરવામાં આવી હતી. કેનેડામાં રજિસ્ટ્રેશન વગર ગન રાખવી અપરાધની શ્રેણીમાં આવે છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.