Not Set/ શ્રીનગર એન્કાઉન્ટરમાં  3 આતંકીઓ ઢેર,ASI બાબૂ રામ શહીદ

  જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા જવાનો પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ શ્રીનગરના પંથા ચોકમાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત નાકા ટીમ પર ગોળીબાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સર્ચ દરમિયાન આતંકવાદીઓએ ફરી એકવાર સર્ચ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો, ત્યારબાદ સ્થળ […]

Uncategorized
8fcf1c719f57565520a6271d086dfc67 1 શ્રીનગર એન્કાઉન્ટરમાં  3 આતંકીઓ ઢેર,ASI બાબૂ રામ શહીદ
 

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા જવાનો પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ આતંકીઓએ શ્રીનગરના પંથા ચોકમાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત નાકા ટીમ પર ગોળીબાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સર્ચ દરમિયાન આતંકવાદીઓએ ફરી એકવાર સર્ચ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો, ત્યારબાદ સ્થળ પર એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે એક પોલીસકર્મી એએસઆઈ બાબુ રામ શહીદ થયા છે. એન્કાઉન્ટર હજી પણ ચાલુ છે.

આપને જણાવી દઈએ કે આ અગાઉ શનિવારે પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ દરમિયાન એક યુવાન પણ શહીદ થયો હતો. જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં આ સતત ત્રીજો મુકાબલો છે અને અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ બે દિવસમાં 10 આતંકીઓને ઠાર કરી દીધા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાના જણાવ્યા અનુસાર બાતમીના આધારે પોલીસ, રાષ્ટ્રીય રાઇફલ અને જમ્મુ કાશ્મીરના સીઆરપીએફની ટીમે પુલવામાના જાદુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન લક્ષિત વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાકર્મીઓએ 3 આતંકીઓને સ્થળ પર ઠાર કરી દીધા હતા. જ્યારે એક આતંકવાદી ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.