Not Set/ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ જાહેર : રોહિત શર્માનું પુનરાગમન

જુલાઈ મહિનાના અંત ભાગમાં યોજાનારા શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે, એમ એસ કે પ્રસાદ ના નેતૃત્વ નીચે ૩ સદસ્ય સમીતિ એ 16 ખેલાડીયોની પસંદગી કરી હતી. કરુણ નાયર ના ખરાબ દેખાવ ના કારણે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી તથા કે એલ રાહુલ, ઇશાંત શર્મા અને બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો સમાવેશ […]

Uncategorized

જુલાઈ મહિનાના અંત ભાગમાં યોજાનારા શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે, એમ એસ કે પ્રસાદ ના નેતૃત્વ નીચે ૩ સદસ્ય સમીતિ એ 16 ખેલાડીયોની પસંદગી કરી હતી. કરુણ નાયર ના ખરાબ દેખાવ ના કારણે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી તથા કે એલ રાહુલ, ઇશાંત શર્મા અને બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભારત અને શ્રીલંકા ની વચ્ચે 26 જુલાઈથી ત્રણ ટેસ્ટ મેચ તથા 20 ઓગસ્ટથી વન ડે સીરિઝની શરૂઆત થશે.

ભારતીય ટેસ્ટ ટીમ  

વિરાટકોહલી (સુકાની), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અભિનવ મુકુંદ, અજિંક્ય રહાણે(ઉપ-સુકાની), રોહિત શર્મા, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર