Not Set/ સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ કહ્યું- સુસાઇડ પહેલા થઇ હતી મારી તેની સાથે અંતિમ મુલાકાત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અભિનેતાના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવ્યા બાદ બિહાર પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. હવે સિદ્ધાર્થ પિઠાનીએ તેના મિત્ર સુશાંતને લઈને ખુલાસો કર્યો છે કે તેના (સુશાંત) છેલ્લા દિવસોમાં કેવા હતા. સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી તે દિવસે સિદ્ધાર્થ પણ […]

Uncategorized
c9a6cce66f72aa1d32527f9986fb045a સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીએ કહ્યું- સુસાઇડ પહેલા થઇ હતી મારી તેની સાથે અંતિમ મુલાકાત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અભિનેતાના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવ્યા બાદ બિહાર પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. હવે સિદ્ધાર્થ પિઠાનીએ તેના મિત્ર સુશાંતને લઈને ખુલાસો કર્યો છે કે તેના (સુશાંત) છેલ્લા દિવસોમાં કેવા હતા. સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી તે દિવસે સિદ્ધાર્થ પણ તેના ઘરે હતો.    

એક ઇન્ટરવ્યુ દરમિયાન સિદ્ધાર્થે કહ્યું કે, અમે બંને કોમન ફ્રેન્ડના કારણે મળ્યા હતા. અમે સાથે પૂજા કરતા, ગિટાર વગાડતા. હું સુશાંતને કારણે આધ્યાત્મિકતા સાથે જોડાવા માટે સક્ષમ હતો. સિદ્ધાર્થે કહ્યું કે સુશાંત આત્મહત્યાના દિવસે બપોરે 1 વાગ્યે મારા રૂમમાં આવ્યો હતો અને મને પૂછ્યું કે હું હજી સુધી કેમ જાગું છું. હું તેને તેના રૂમ સુધી મુકીને પણ આવ્યો હતો.

બીજા દિવસે હું નીચે આવ્યો ત્યારે કૂકે કહ્યું કે સુશાંતનો રૂમ બંધ છે. મારા અન્ય મિત્રો દિપેશ અને કેશવે સવારે સુશાંતને જોયો હતો. આથી સુશાંતનો રૂમ બંધ હોવો આશ્ચર્યજનક ન હતું અને અંતે તે રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ક્યારેય આત્મહત્યા કરશે.

રિયા સાથેના સુશાંતના સંબંધો અંગે સિદ્ધાર્થે કહ્યું કે મને ખબર છે કે રિયા અને સુશાંત એક સંબંધમાં છે. મેં સુશાંતને તેના વિશે ક્યારેય વધારે પૂછ્યું નહીં. રિયા 8 જૂને ઘરેથી નીકળી હતી. તેણે મને સુશાંતની સંભાળ લેવાનું કહ્યું. રિયાએ કહ્યું કે તેણીની તબિયત સારી નથી લાગી રહી, તેથી હું જઈ રહી છું. હું સુશાંતના પરિવાર સાથે સંપર્કમાં હતો, પરંતુ સુશાંતે મને ના પડી હતી કે હું તેના પરિવારના સભ્યો સાથે વાત ન કરું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.