Not Set/ #CoronaIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા રેકોર્ડતોડ કેસ

  ભારતમાં કોરોના વાયરસનાં નવા કેસોનો રેકોર્ડ દરરોજ તૂટી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 નાં મહત્તમ 57,118 નવા કેસ નોંધાયા છે. જે બાદ ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા 17 લાખનાં આંકડા પર પહોંચી ગઈ છે. આપને જણાવી દઇએ કે, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 16,95,988 રહી છે. આ […]

India
f90657494376654022e1785ad4aa98b5 #CoronaIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા રેકોર્ડતોડ કેસ
f90657494376654022e1785ad4aa98b5 #CoronaIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા રેકોર્ડતોડ કેસ 

ભારતમાં કોરોના વાયરસનાં નવા કેસોનો રેકોર્ડ દરરોજ તૂટી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 નાં મહત્તમ 57,118 નવા કેસ નોંધાયા છે. જે બાદ ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા 17 લાખનાં આંકડા પર પહોંચી ગઈ છે.

આપને જણાવી દઇએ કે, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 16,95,988 રહી છે. આ સમય દરમિયાન 764 લોકોનાં મોત નીપજ્યાં છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 36,511 થઈ ગઈ છે. વળી 10,94,374 લોકો આ વાયરસને હરાવીને રિકવર થવામાં સફળ થયા છે. રિકવરી રેટ વિશે વાત કરીએ તો તે થોડો વધારો થતા વધીને 64.52 ટકા થઈ ગયો છે, જ્યારે પોઝિટિવિટી રેટ પણ 10.86 ટકા સુધી પહોંચી ગયો છે.

જુલાઇમાં કોરોનાનાં કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. 1 જુલાઇથી 31 જુલાઇની વચ્ચે, ચેપગ્રસ્ત થયેલા કુલ કેસોમાં 64 ટકા લોકો સામેલ છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 54 ટકા દર્દીઓનાં મૃત્યુ થયા છે. ફક્ત જુલાઇમાં જ 10,80,232 કેસ નોંધાયા છે જે કુલ કેસોનાં 63.69 ટકા છે, જ્યારે આ મહિનામાં 19,618 લોકોનાં મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.