ફિલ્મ અભિનેતા સંજય દત્તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ થકી ફિલ્મોમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. સંજય દત્તે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેઓ તબીબી સારવાર માટે કામથી થોડો સમય બ્રેક લઇ રહ્યા છે. બે દિવસ પહેલા જ તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંજય દત્તે ટ્વિટ કર્યું, ‘હેલો દોસ્તો, મેડિકલ ટ્રીટમેન્ટને કારણે હું કામથી થોડો વિરામ લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે અને હું મારા શુભેચ્છકોને વિનંતી કરું છું કે બિનજરૂરી રીતે ચિંતા કે અનુમાન ન લગાવો. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે. હું જલ્દી પાછો આવીશ. ‘
— Sanjay Dutt (@duttsanjay) August 11, 2020
જણાવી દઈએ કે સંજય દત્તની પત્ની અને બાળકો હાલમાં દુબઈમાં છે. માન્યતા દત્ત લોકડાઉન પહેલા બાળકો સાથે ત્યાં ગઈ હતી. સંજય ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પરિવારને યાદ કરીને ભાવનાત્મક પોસ્ટ્સ શેર કરે છે.વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, સંજય દત્તે તાજેતરમાં જ આગામી ફિલ્મ ‘સડક 2’ ની રિલીઝ ડેટની ઘોષણા કરી હતી. આ સિવાય તે ‘ભુજ’ અને ‘કેજીએફ: ચેપ્ટર 2’ માં પણ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
