Not Set/ સંજય દત્ત હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, શ્વાસ લેવામાં તકલીફ પડતા કરાયા હતા દાખલ

બોલિવૂડ એક્ટર સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આજે તેમના ઘરે પહોંચી ગયા છે. તેમનું ઓક્સિજન સૈચુરેશન લેવલ  ખૂબ નીચું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની પાસે કોવિડ 19 નો એન્ટિજેન ટેસ્ટ પણ થયો હતો, જે નેગેટીવ આવ્યો હતો. હવે તેની તબિયતમાં ઘણો […]

Uncategorized
8894add275c2decb652ea9322e0e4330 સંજય દત્ત હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, શ્વાસ લેવામાં તકલીફ પડતા કરાયા હતા દાખલ

બોલિવૂડ એક્ટર સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આજે તેમના ઘરે પહોંચી ગયા છે. તેમનું ઓક્સિજન સૈચુરેશન લેવલ  ખૂબ નીચું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની પાસે કોવિડ 19 નો એન્ટિજેન ટેસ્ટ પણ થયો હતો, જે નેગેટીવ આવ્યો હતો. હવે તેની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

સંજય દત્તની તબિયતની જાણ થતાં જ તેમના ચાહકો પરેશાન થઈ ગયા હતા. આવી સ્થિતિમાં સંજયે સોશિયલ મીડિયાના માધ્યમથી હોસ્પિટલનો એક સંદેશ શેર કર્યો કે તે પહેલા કરતાં વધુ સારી લાગણી અનુભવી રહ્યા છે. તેમણે હોસ્પિટલના મેડિકલ સ્ટાફની સાથે ચાહકોનો પણ આભાર માન્યો.

61 વર્ષીય અભિનેતાને હોસ્પિટલમાં દાખલ થયા બાદ આઈસીયુમાં નિરીક્ષણમાં મૂકવામાં આવ્યા હતા. તેમણે સંપૂર્ણ બોડી ચેકઅપ પણ કરાવ્યું હતું. આરટી પીસીઆર માટે પણ સ્વેબ ટેસ્ટ લેવામાં આવ્યો હતો.

 જણાવી દઈએ કે સંજય દત્તની પત્ની અને બાળકો હાલમાં દુબઈમાં છે. માન્યતા દત્ત લોકડાઉન પહેલા બાળકો સાથે ત્યાં ગઈ હતી. સંજય ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પરિવારને યાદ કરીને ભાવનાત્મક પોસ્ટ્સ શેર કરે છે.

વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, સંજય દત્તે તાજેતરમાં જ આગામી ફિલ્મ ‘સડક 2’ ની રિલીઝ ડેટની ઘોષણા કરી હતી. આ સિવાય તે ‘ભુજ’ અને ‘કેજીએફ: ચેપ્ટર 2’ માં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.