Not Set/ સચિન તેંડુલકરે પોતાના ફેન્સને આપ્યો આ ફિટનેસ મંત્ર, જુઓ વિડીયો

કોરોના વાયરસનાં કારણે, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ઘણા લોકો બહાર પ્રેક્ટિસ કરી શકતા નથી અથવા કોઈ પણ પ્રકારની કસરત માટે જીમમાં જઇ શકતા નથી. આવી સ્થિતિમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે, જેને ક્રિકેટનાં ભગવાન કહેવામાં આવે છે, તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને લોકડાઉન દરમિયાન ફિટ રહેવાનો મંત્ર આપ્યો છે. આ વિડીયોમાં સચિન તેંડુલકર રસ્સી […]

Uncategorized
572fa97afd9a4b0b912d634ec4129766 સચિન તેંડુલકરે પોતાના ફેન્સને આપ્યો આ ફિટનેસ મંત્ર, જુઓ વિડીયો

કોરોના વાયરસનાં કારણે, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ઘણા લોકો બહાર પ્રેક્ટિસ કરી શકતા નથી અથવા કોઈ પણ પ્રકારની કસરત માટે જીમમાં જઇ શકતા નથી. આવી સ્થિતિમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે, જેને ક્રિકેટનાં ભગવાન કહેવામાં આવે છે, તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને લોકડાઉન દરમિયાન ફિટ રહેવાનો મંત્ર આપ્યો છે.

આ વિડીયોમાં સચિન તેંડુલકર રસ્સી કૂદતા જોવા મળી રહ્યા છે. જો કે આ રસ્સીથી કૂદવુ સામાન્ય નથી. જણાવી દઇએ કે, સચિન તેંડુલકરે કઇક કહે અને તેમાં કોઈ ટ્વિસ્ટ ન હોય તે થઈ શકતું નથી. જી હા જાણીને થોડી નવાઇ લાગશે પણ સચિને રસ્સી કૂદતા પહેલા પોતાના પગમાં વઝનીયા બાંધેલા છે. આ વિડીયો સાથે, માસ્ટર બ્લાસ્ટરે ફિટ રહેવાનો મંત્ર આપ્યો અને કહ્યું, ‘લોકડાઉનને બે મહિના થયા છે, પણ આપણે હાર ન માનવી જોઇએ કંઇક કરતા રહેવું જોઈએ. આ લોકડાઉન દરેક માટે મુશ્કેલ હતું, પરંતુ આપણે હિંમત ન ગુમાવી જોઈએ. ચાલો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ.

નોંધપાત્ર વાત એ છે કે, આ વિડીયોમાં સચિન તેંડુલકર તેમના પગમાં વઝનીયું બાંધેલુ છે તેમ છતાં તેઓ ઝડપથી કૂદતા નજરે ચઢી રહ્યા છે. આ વિશે વાત કરતાં સચિને કહ્યું, ‘આ વખતે હું પગમાં વજન રાખીને દોરડાથી અલગ રીતે કૂદકો લગાવી રહ્યો છું. નોંધનીય છે કે દેશવ્યાપી લોકડાઉન થયા બાદ સચિન તેંડુલકર લોકોમાં ધૈર્ય અને સંયમ રાખવાની અપીલ કરી છે. આ પહેલા સચિન તેંડુલકરે લોકોને તેમના માતાપિતાની વિશેષ કાળજી લેવાની અપીલ પણ કરી હતી. સચિને ઇન્સ્ટાગ્રામ પર માતા-પિતા સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે માતા-પિતા સાથે સમય પસાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.