Not Set/ આજે ઘરે ટ્રાય કરો બ્રેડના ગુલાબ જાંબુ, જાણી લો રેસીપી

સામગ્રી 1 પેકેટ બ્રેડ 200 ગ્રામ માવો, 500 ગ્રામ ખાંડ ઘી, દૂધ, એલચી, ગુલાબજણ પીળો રંગ, પતાસું બનવાની  રીત પહેલાં બ્રેડની સ્લાઈસની લાલ કિનાર કાઢી નાખો, તેને દૂધમાં પલાળી, તરત કાઢી લેવી. તેમાંથી દબાવી, દૂધ કાઢી લેવું. પછી તેને ગ્રાઈન્ડરમાં વાટી, લોચો બનાવવો. તેમાં માવો નાંખી, બરાબર મિક્સ કરી, તેનાં જાંબુ બનાવવાં. જાંબુ બનાવતી વખતે […]

Uncategorized

સામગ્રી

1 પેકેટ બ્રેડ

200 ગ્રામ માવો,

500 ગ્રામ ખાંડ

ઘી, દૂધ,

એલચી, ગુલાબજણ

પીળો રંગ, પતાસું

બનવાની  રીત

પહેલાં બ્રેડની સ્લાઈસની લાલ કિનાર કાઢી નાખો, તેને દૂધમાં પલાળી, તરત કાઢી લેવી. તેમાંથી દબાવી, દૂધ કાઢી લેવું. પછી તેને ગ્રાઈન્ડરમાં વાટી, લોચો બનાવવો. તેમાં માવો નાંખી, બરાબર મિક્સ કરી, તેનાં જાંબુ બનાવવાં.

જાંબુ બનાવતી વખતે તેમાં વચ્ચે એલચીના દાણા અને પતાસાની નાની કટકી મૂકવી. પછી ઘીમાં તલી લેવા.

એક તપેલીમાં ખાંડ, લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. તેમાં દૂધ નાંખી, મેલ કાઢવો. તેમાં પીળો રંગ નાંખી, ચાસણી એકતારી થાય એટલે તેમાં ગુલાબજાંબુ નાંખવાં.

થોડી વાર ઉકાળી, ઉતારી લેવા. 2 ચમચા ગુલાબજળ નાંખી, ત્રણ-ચાર કલાક ઠરવા દેવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.