Not Set/ સચિન તેંડુલકરે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર વ્યક્ત કર્યો શોક

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે સોમવારે ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકામાં હાર્ટ એટેકને કારણે પંડિત જસરાજનું સોમવારે સવારે 90 વર્ષની વયે અવસાન થયું હતું. સચિન તેંડુલકરે ટ્વિટર પર પંડિત જસરાજના નિધન પર એક ટ્વિટમાં લખ્યું, “પદ્મ વિભૂષણ પંડિત જસરાજ જીના નિધન પર દુ:ખ વ્યક્ત કરવા શબ્દો પૂરતા નથી. તેઓ […]

Uncategorized
2d1cc7b8a2961d556019521accc4ce6f સચિન તેંડુલકરે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર વ્યક્ત કર્યો શોક

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે સોમવારે ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકામાં હાર્ટ એટેકને કારણે પંડિત જસરાજનું સોમવારે સવારે 90 વર્ષની વયે અવસાન થયું હતું.

સચિન તેંડુલકરે ટ્વિટર પર પંડિત જસરાજના નિધન પર એક ટ્વિટમાં લખ્યું, “પદ્મ વિભૂષણ પંડિત જસરાજ જીના નિધન પર દુ:ખ વ્યક્ત કરવા શબ્દો પૂરતા નથી. તેઓ એક મહાન સંગીતકાર હતા. તેમના આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબ અને પ્રિયજનો પ્રત્યે મારી દિલથી સંવેદના. “

પંડિત જસરાજને આઠ દાયકાથી વધુની સંગીત યાત્રામાં પદ્મ વિભૂષણ (2000), પદ્મ ભૂષણ (1990) અને પદ્મ શ્રી (1975) જેવા પુરસ્કારો મળ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, સૌરમંડળના એક ગ્રહનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું હતું અને તે આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા હતા.

ભારતીય પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે પણ સંગીતના દિગ્ગજ વ્યક્તિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “પંડિત જસરાજ જીના અવસાનથી ભારતીય સાંસ્કૃતિક ક્ષેત્રે એક મોટી કમી આવી ગઈ છે. તેઓ તેમના સંગીતના માધ્યમથી જીવિત રહેશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યેની હાર્દિક સંવેદના. ઓમ શાંતિ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન