Not Set/ સપના ચૌધરીના દીકરાની પહેલી ઝલક આવી સામે, ઇન્ટરનેટ પર વાયરલ થયો ફોટો

હરિયાણાની પ્રખ્યાત ગાયિકા, ડાન્સર અને બિગ બોસ 11 ની એક્સ સ્પર્ધક સપના ચૌધરી આજકાલ ચર્ચામાં છવાયેલી છે. તેને તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. હવે તેના પુત્રની પહેલી ઝલક સામે આવી છે. એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સપનાએ જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યાં હતાં, પરંતુ જ્યારે કુટુંબમાં કોઈનું મોત નીપજ્યું […]

Uncategorized
72334a596c40f7f156dcb23eae85c664 સપના ચૌધરીના દીકરાની પહેલી ઝલક આવી સામે, ઇન્ટરનેટ પર વાયરલ થયો ફોટો

હરિયાણાની પ્રખ્યાત ગાયિકા, ડાન્સર અને બિગ બોસ 11 ની એક્સ સ્પર્ધક સપના ચૌધરી આજકાલ ચર્ચામાં છવાયેલી છે. તેને તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. હવે તેના પુત્રની પહેલી ઝલક સામે આવી છે. એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સપનાએ જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યાં હતાં, પરંતુ જ્યારે કુટુંબમાં કોઈનું મોત નીપજ્યું તેથી તેને લગ્ન વિશે કોઈને કહ્યું નહોતું કર્યું. તેના પતિ વીર સાહુએ સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે.

વીર સાહુ પણ હરિયાણાના છે. તે ગાયક, નિર્માતા, લેખક અને અભિનેતા છે. તે ગાયકી માટે પણ જાણીતા છે. વીરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સપના અને વીર છેલ્લાં ચાર વર્ષથી રિલેશનશિપમાં હતાં. તેઓએ તેમના સંબંધોને લગ્નજીવનમાં પરિવર્તિત કર્યા અને હવે તેઓ પુત્રના માતા-પિતા બન્યા છે.

આ પણ વાંચો : ‘હું રામ ભક્ત છું,પ્રાણ જાય પણ વચન ન જાય, કંગના રનૌતે ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ

સપના ચૌધરીનું ગીત તેરી આંખ્યા કા યો કાજલ .. ખૂબ લોકપ્રિય થયું હતું. તો સપના દેશમાં તેના ગીતો અને ડાન્સને કારણે પહેલેથી જ પ્રખ્યાત હતી. પરંતુ આખ્યા કા યો કાજલે તેને વિદેશમાં ખૂબ પ્રખ્યાત બનાવી. સપના ચૌધરી માત્ર તેના હરિયાણામાં જ તેના ગીતોને કારણે ખૂબ પ્રખ્યાત છે. સપનાએ સૌ પ્રથમ ‘સોલિડ બોડી રે’ ગીતે ઘમાલ માંચીવી હતી. જેની સાથે તે થોડા દિવસોમાં હરિયાણાની પ્રખ્યાત સ્ટાર બની ગઈ હતી.

મ્યુઝિક વીડિયો ઉપરાંત સપના ચૌધરી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. વર્ષ 2017 માં જર્ની ઓફ ભાંગ ઓવર ડેબ્યૂ કર્યું. જે પછી, વર્ષ 2018 માં, નાનુ કી જાનુ અને વર્ષ 2019 માં દોસ્તી કે સાઈડ ઈફેક્ટમાં ર જોવા મળી છે.

સપના ચૌધરી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 11 માં સામેલ થઈ, જ્યાં તેને જબરદસ્ત લોકપ્રિયતા મળી. તેની ફેન ફોલોવિંગમાં ઘણો વધારો થયો. તે પછી તે ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ