Not Set/ સપામાં સમાધાન, અખિલેશ પાર્ટીમાં પરત, 207 ઉમેદવારોનું લિસ્ટ સોપ્યું

લખનઉઃ છેલ્લા બે દિવસથી ચાલતા ઉત્તરપ્રદેશના રાજકારણમાં ઘમાસાણનો અખિલેશની વાપસી સાથે અંત આવ્યો છે. અખિલેશ યાદવે 207 ઉમેદવરોની લિસ્ટ નેતાજીને સોપી છે. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાજ આજે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પિતા મુલાયમસિંહ યાદવ અને કાકા શિવપાલ યાદવ વિરુદ્ધ શક્તિપ્રદર્શન કર્યુ હતું. અખિલેશે બોલાવેલી બેઠકમાં 200 જેટલા ધારાસભ્યો પહોંચ્યા હતા. સાથે 34 એમએલસી પણ પહોંચ્યા હતા. […]

Uncategorized

લખનઉઃ છેલ્લા બે દિવસથી ચાલતા ઉત્તરપ્રદેશના રાજકારણમાં ઘમાસાણનો અખિલેશની વાપસી સાથે અંત આવ્યો છે. અખિલેશ યાદવે 207 ઉમેદવરોની લિસ્ટ નેતાજીને સોપી છે. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાજ આજે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પિતા મુલાયમસિંહ યાદવ અને કાકા શિવપાલ યાદવ વિરુદ્ધ શક્તિપ્રદર્શન કર્યુ હતું. અખિલેશે બોલાવેલી બેઠકમાં 200 જેટલા ધારાસભ્યો પહોંચ્યા હતા. સાથે 34 એમએલસી પણ પહોંચ્યા હતા. મુલાયમ અને અખિલેશ વચ્ચે બેઠક યોજાઇ હતી. અખિલેશને ફરીથી પાર્ટીમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શુક્રવારે અખિલેશ યાદવને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા બાદ આજે સીએમ અખિલેશ યાદવ પોતાના પિતા મુલાયમ સિંહ યાદવને મળવા પહોંચ્યા હતા. તે સાથે આજમ ખાન અને અબુ આઝમી પણ હતા. આ બેઠકમાં અખિલેશ અને આઝમ ખાને અમર સિંહને હટાવવાની માંગ કરી હતી.  આઝામે કહ્યું હતું કે, જો અમર સિંહને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવશે તો બધુ ઠીક થઇ જશે. આ બેઠકમાં શિવપાલ યાદવને પણ બોલાવવામાં આવ્યો હતો.