Not Set/ સલમાન ખાન, કરણ જોહર સહિત આ સ્ટાર્સના ઝડપથી ઘટી રહ્યા છે ફોલોઅર્સ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી જ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને રવિના ટંડન સહિત કેટલાક બોલિવૂડ દિગ્ગજ ઇન્ડસ્ટ્રીમાં ભત્રીજાવાદનો પર્દાફાશ કર્યો છે, ત્યારે આ કેસ બાદથી કેટલાક દિગ્ગજ સ્ટાર્સના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પર અસર જોવા મળી રહી છે, જેમાં સુપરસ્ટાર સલમાન ખાનનું નામ સૌથી ઉપર છે સલમાન ખાનની સાથે […]

Uncategorized
5643cc6a0b302472edaae1583f078f60 સલમાન ખાન, કરણ જોહર સહિત આ સ્ટાર્સના ઝડપથી ઘટી રહ્યા છે ફોલોઅર્સ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી જ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને રવિના ટંડન સહિત કેટલાક બોલિવૂડ દિગ્ગજ ઇન્ડસ્ટ્રીમાં ભત્રીજાવાદનો પર્દાફાશ કર્યો છે, ત્યારે આ કેસ બાદથી કેટલાક દિગ્ગજ સ્ટાર્સના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પર અસર જોવા મળી રહી છે, જેમાં સુપરસ્ટાર સલમાન ખાનનું નામ સૌથી ઉપર છે

સલમાન ખાનની સાથે સાથે ફિલ્મ નિર્દેશકો અને નિર્માતા કરણ જોહર, અભિનેત્રીઓ આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ  ફોલોઅર્સની સંખ્યા સતત ડાઉન થ્તીજોવા મળી રહી છે. તેથી, ચાલો જોઈએ કે છેલ્લા 5 દિવસમાં કેટલા ઇન્સ્ટા ફોલોઅર્સ ઘટ્યાં છે.

સલમાન ખાન

એક અઠવાડિયા પહેલા – 33.9M

હવે- 33.4M

આલિયા ભટ્ટ

એક અઠવાડિયા પહેલા- 48.3M

હવે- 47.3M

સોનાક્ષી સિંહા

એક અઠવાડિયા પહેલા – 18.6M

હવે – 18.4M

બીજી બાજુ, કરણ જોહરના 330K ઇન્સ્ટા ફોલોઅર્સ અત્યાર સુધી નીચે આવી ગયા છે, જ્યારે સોનમ કુપૂરે 170k ઇન્સ્ટા ફોલોઅર્સ ગુમાવ્યા છે.

આપને જણાવી દઈએ કે, 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે મુંબઇના ઘરે ફાંસી લગાવી સુસાઇડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશાંત સિંહ છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનનો શિકાર હતો. સોશિયલ મીડિયા પર તેના ડિપ્રેશન અને ત્યારબાદ આપઘાત કરવા પાછળનું કારણ લોકો બોલીવુડમાં રાજવંશને માની રહ્યા કરી રહ્યા છે. તેથી જ લોકો આ સ્ટાર્સને સોશિયલ મીડિયા પર સતત નિશાન બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.