કોરોના વાયરસ રોગચાળા વચ્ચે, એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. જે હવે સામાન્ય માણસ માટે મોટા ઝટકા બરાબર રહેશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં આજે વધારો કર્યો છે (ઇન્ડેનની બિન-સબસિડીકૃત કિંમતો). મળતી માહિતી મુજબ, દિલ્હીમાં સબસિડી વિનાનાં ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.11.50 નો વધારો થયો છે. વળી કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં સિલિન્ડર અનુક્રમે રૂ. 31.50, રૂ. 11.50 અને રૂ. 37 મોંઘો થયો છે.
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર અપાયેલી કિંમત પ્રમાણે હવે દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ 581.50 રૂપિયાથી વધીને 593 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં રૂ.616.00, મુંબઇમાં રૂ.590.50 અને ચેન્નાઇમાં 606.50 રૂપિયા જે અનુક્રમે રૂ.584.50, રૂ.579.00 અને રૂ.569.50 રૂપિયા હતો.
19 કિલોનાં એલપીજી એલપીજી સિલિન્ડરનાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે 1 લી જૂનથી એટલે કે આજથી અમલમાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 1029.50 રૂપિયા હતી જે 1 જૂનથી વધીને 1139.50 રૂપિયા થઈ ગઈ છે. વળી મુંબઇમાં રૂ.1087.50 અને ચેન્નાઇમાં રૂ.1254.00 અને કોલકાતામાં રૂ.1193.50 થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
