ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા આતંકવાદી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા પણ અમદાવાદની સુરક્ષાને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવેલા મોલ અને જાહેર સ્થળો ઉપર હાઇ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવા માટેના જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.
તેને લઈને ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અલગ કરી દેવામાં આવ્યું છે અને ઠેર-ઠેર નાકાબંધી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે માધુપુરા માં આવેલ દરિયાખાન ઘુમ્મટ પાસે અમદાવાદ શહેરના ડીસીપી ધર્મેન્દ્ર શર્મા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં કયાય પણ કોઈપણ પ્રકારનું સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ના તેને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં જ્યારે રથયાત્રા નજીક છે ત્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને અને અમદાવાદ શહેરની પરિસ્થિતિ ડહોળાય નહિ તેના માટે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
