Not Set/ સુપ્રિમ કોર્ટનું સરકારને આદેશ/ સંક્રમિત દર્દીના દરેક ટેસ્ટ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવો

સુપ્રિમ કોર્ટે બુધવારે કેન્દ્રને સૂચના આપી છે કે કોરોના વાયરસથી  સંક્રમિત દર્દીની ઓળખ માટે કરવામાં આવતો ટેસ્ટ વિના મૂલ્યે હોવો જોઈએ. ન્યાયમૂર્તી અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે- એવી વ્યવસ્થા વિકસાવવામાં આવે કે જેથી ટેસ્ટ માટે લોકો પાસેથી લેવામાં આવેલી ફી પરત કરી શકાય. ન્યાયમૂર્તી અશોક ભૂષણ અને ન્યાયમૂર્તી રવિન્દ્ર ભટ્ટની બનેલી ખંડપીઠે કેન્દ્રને કહ્યું […]

India

સુપ્રિમ કોર્ટે બુધવારે કેન્દ્રને સૂચના આપી છે કે કોરોના વાયરસથી  સંક્રમિત દર્દીની ઓળખ માટે કરવામાં આવતો ટેસ્ટ વિના મૂલ્યે હોવો જોઈએ. ન્યાયમૂર્તી અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે- એવી વ્યવસ્થા વિકસાવવામાં આવે કે જેથી ટેસ્ટ માટે લોકો પાસેથી લેવામાં આવેલી ફી પરત કરી શકાય.

ન્યાયમૂર્તી અશોક ભૂષણ અને ન્યાયમૂર્તી રવિન્દ્ર ભટ્ટની બનેલી ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે- દેશભરમાં 118 લેબોરટરીમાં દરરોજ 15 હજાર ટેસ્ટ કરવામાં આવે છે અને તેની ક્ષમતા વધારવા 47 પ્રાઈવેટ લેબોરટરીને તપાસ માટે મંજૂરી આપી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના એડવોકેટ શશાંક દેવ સુધિએ દાખલ અરજીમાં કહ્યું કે- કોર્ટ કેન્દ્ર તથા અધિકારીઓને આદેશ આપે કે કોરોના વાઈરસથી સંક્રમણની તપાસ મફત એટલે કે વિના મૂલ્યે કરવામાં આવે, કારણ કે આ ટેસ્ટ ખૂબજ મોંઘા હોય છે. અગાઉ સરકારે ખાનગી લેબને ટેસ્ટિંગ માટે રૂ.4500 ઉઘરાવવાની મંજૂરી આપી હતી.

મંતવ્ય ન્યૂઝતમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહોસતર્ક રહોસુરક્ષિત રહો. દેશદુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લોમંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #ભારતમાંકોરોના #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.