Not Set/ સુપ્રિમ કોર્ટમાં 5 ઓગસ્ટે રિયા ચક્રવર્તીની અરજી પર થશે સુનાવણી, આ વકીલ કરશે દલીલ

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં રિયા ચક્રવર્તીની અરજીની સુનાવણી 5 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં થશે, જેમાં ત્રણ દિગ્ગજ વકીલો દલીલ કરશે. આ અરજીની સુનાવણી જસ્ટિસ રિષિકેશ રોય કરશે. આ કેસમાં સિનિયર એડવોકેટ આર.કે. બસંત મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેશે. એડવોકેટ આર. બસંતનો સામનો સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિકાસ સિંહ અને એટર્ની જનરલ મુકુલ રોહતગી […]

Uncategorized
9a73b0160376574205d8239570eadb43 સુપ્રિમ કોર્ટમાં 5 ઓગસ્ટે રિયા ચક્રવર્તીની અરજી પર થશે સુનાવણી, આ વકીલ કરશે દલીલ

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં રિયા ચક્રવર્તીની અરજીની સુનાવણી 5 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં થશે, જેમાં ત્રણ દિગ્ગજ વકીલો દલીલ કરશે. આ અરજીની સુનાવણી જસ્ટિસ રિષિકેશ રોય કરશે. આ કેસમાં સિનિયર એડવોકેટ આર.કે. બસંત મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેશે. એડવોકેટ આર. બસંતનો સામનો સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિકાસ સિંહ અને એટર્ની જનરલ મુકુલ રોહતગી સાથે થશે, જે બિહાર સરકાર તરફથી હાજર રહેશે.

આ કેસમાં, મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાની કેવિએટ ફાઈલ કરી છે, જેમાં જણાવ્યું છે કે રિયાની અરજી પર સુનાવણી દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના પક્ષ પણ સાંભળવામાં આવશે અને રિયાની અરજી પર કોઈ એકપક્ષીય આદેશ જારી ન કરે. આ મામલે બિહાર સરકાર અને સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પણ કેવિએટ નોંધાવી છે.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેણે માંગ કરી છે કે પટનામાં નોંધાયેલી એફઆઈઆરને આધારે પોલીસ કાર્યવાહી બંધ કરવી જોઇએ અને તપાસ બિહારથી મુંબઇ સ્થાનાંતરિત થવી જોઈએ, જ્યાં આ કેસમાં પહેલાથી તપાસ ચાલી રહી છે. બે સ્થળોની પોલીસ કેસની તપાસ કરી શકતી નથી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.