Not Set/ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે રામનાથ કોવિંદને દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવ્યાં

રામનાથ કોવિંદે દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધાં છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે  દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં. ત્યારબાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને નવા નિમાયેલા રાષ્ટ્રપતિ પોતાની નિયમ પ્રમાણે ખુરશીઓની અદલા-બદલી કરી હતી. આપને જણાવી દઈએ કે, NDAના ઉમેદવાર રામનાથ કોવિંદે UPAના ઉમેદવાર મીરા કુમારને હરાવી રાષ્ટ્રપતિ પદની […]

India
Supreme Court Chief Justice Ramnath Kovind to swear in 14th President સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે રામનાથ કોવિંદને દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવ્યાં

રામનાથ કોવિંદે દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધાં છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે  દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં. ત્યારબાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને નવા નિમાયેલા રાષ્ટ્રપતિ પોતાની નિયમ પ્રમાણે ખુરશીઓની અદલા-બદલી કરી હતી.

આપને જણાવી દઈએ કે, NDAના ઉમેદવાર રામનાથ કોવિંદે UPAના ઉમેદવાર મીરા કુમારને હરાવી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત મેળવી છે.

શપથગ્રહણ બાદ રામનાથ કોવિંદ 750થી વધુ કર્મચારી ધરાવતા રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જશે. હાલમાં રાષ્ટ્રપતિને રૂપિયા દોઢ લાખ માસિક પગાર મળે છે. 7મા પગાર પંચે તેમાં 200 ટકાના વધારાને મંજૂરી આપી છે. 7મા પગાર પંચના અમલ બાદ રામનાથ કોવિંદને માસિક રૂપિયા પાંચ લાખનો પગાર મળશે.

શપથગ્રહણ બાદ રામનાથ કોવિંદે કહ્યું કે, નાનકડા ઘરમાં માટીના ઘરમાં ઉછર્યો છું. આપણો મોટા ભાગનો સમાજ જે જમીન સાથે જોડાએલો છે હું ત્યાંથી આવ્યો છું. દેશની માટીની કિંમત જાણું છું. 21મી સદીનું ભારત શ્રેષ્ઠ ભારત હશે.
દેશનો દરેક નાગરિક રાષ્ટ્ર નિર્માતા છે. દેશની સંસ્કૃતિ, પરંપરા અને અધ્યાત્મ પર ગર્વ છે.એકબીજાના વિચારોનું સન્માન કરવું લોકતંત્રની ગરિમા છે.