Not Set/ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું – આત્મહત્યા નહીં, સુશાંતની થઇ હતી હત્યા, ગણાવ્યા ચોંકાવનારા કારણો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા ગુત્થી હલ થવાનું નામ જ નથી લઇ રહી, પરંતુ તે વધુ જટિલ બની રહી છે. હવે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ હત્યા કરાઈ છે. જણાવી દઈએ કે સુશાંત 14 જૂનના રોજ મુંબઇના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ગુરુવારે સ્વામીએ […]

Uncategorized
9c99d376f0cf10f560af6901ef665182 સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું - આત્મહત્યા નહીં, સુશાંતની થઇ હતી હત્યા, ગણાવ્યા ચોંકાવનારા કારણો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા ગુત્થી હલ થવાનું નામ જ નથી લઇ રહી, પરંતુ તે વધુ જટિલ બની રહી છે. હવે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ હત્યા કરાઈ છે. જણાવી દઈએ કે સુશાંત 14 જૂનના રોજ મુંબઇના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ગુરુવારે સ્વામીએ એક ટ્વીટ કર્યું હતું જેનાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. પોતાના ટ્વિટમાં ભાજપના સાંસદે જણાવ્યું કે શા માટે તેમને લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે. ટ્વિટમાં તેમણે એક દસ્તાવેજ શેર કર્યો છે જેમાં તેમણે આવા મુદ્દાઓ પ્રકાશિત કર્યા છે જે હત્યા તરફ ધ્યાન દોરે છે. સુશાંતના ગળા પરના નિશાનનું લોકેશન, એવું પણ કહેવામાં આવે છે કે સુશાંતના ગળામાં નિશાન આપઘાત સૂચવતા નથી.