સુરતમાં કોવિડની મહામારી ને કાબુમાં લેવા માટે દરેક વિસ્તારમાં રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા ધન્વંતરિ રથ શરૂ કર્યા છે, પણ તેમાં એક્સપયરી ડેટની દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યાનું કૌભાંડ બહાર આવ્યું છે, મનપા ની આ ગુન્હાહિત બેદરકારી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સુરતમાં મનપા દ્વારા 100 થી વધુ ધન્વંતરિ રથ દ્વારા દરરોજ બે લાખ થી વધુ લોકો સુધી સીધી આરોગ્ય સેવા પહોંચતી કરવામાં આવી રહી છે જોકે પુણા ભૈયાનગર વિસ્તારમાં આજે એક ધનવનતરી રથમાં ફોલિક એસિડ ની ટેબ્લેટ નું વિતરણ કરવામાં આવી રહ્યું હતું તે ફોલિક એસિડ ની ટેબ્લેટ્સ ની વપરાશ ની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે એટલે કે ઓગષ્ટ મહિનામાં આ દવાની મુદત પુરી થઈ ગઈ છે અને તે સ્વભાવિક રીતે ઉપયોગમાં લેવાય નહિ પરંતુ તેનું છૂટ થી વિતરણ કરવામાં આવી રહ્યું છે, બાળકોમાં ઇમ્યુનિટી વધે, લોહી ની ઉણપ દૂર થાય તેને માટે આ દવા આપવામાં આવે છે. જો કે જે બેદરકારી સામે આવી છે તેની સામે તપાસ કરવાની જાહેરાત મનપા ના આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
