Breaking News/ સુરત: વન નેશન વન ઇલેક્શન બાબતે સી.આર. પાટીલનું નિવેદન, પ્રધાનમંત્રીએ તમામ પાર્ટીઓ સાથે કરી હતી ચર્ચા: પાટીલ, હાલ દેશમાં અલગ-અલગ જગ્યા અને અલગ-અલગ સમયે ઈલેક્શન, અધિકારીઓ પણ અલગ અલગ જગ્યા પર રહે છે ફરજમાં, અધિકારીઓ ઘણા મહિનાઓ ચૂંટણી પ્રક્રિયામાં હોય છે, જેથી લોકોના કામો પાછળ તે સમય આપી શકતા નથી, આ ઉપરાંત ચૂંટણીઓ પાછળ ઘણો ખર્ચ પણ થતો હોય છે, અલગ-અલગ ચૂંટણીઓ થતા દેશને પણ નુકસાન: પાટીલ, અલગ અલગ જગ્યાએ આચાર સંહિતા લાગતા પણ નુકશાન, જે તે જગ્યા પર વિકસના ઘણા કામો ઉભા રહી જાય છે, જેથી કરીને કામમાં સ્પીડ ઓછી, અને કિંમત પણ વધે છે, વન નેશન વન ઇલેક્શન થાય તો નેતાઓને પણ સુવિધા મળે, કાર્યકર્તાઓ અને લોકોને પણ ફાયદો થાય: પાટીલ, આવું કરવાથી લોકોને એક જ વાર મત આપવો પડશે: પાટીલ, વડાપ્રધાને પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે, આ કમિટી વન નેશન વન ઇલેક્શન બાબતે રિપોર્ટ આપશે દેશની તમામ પાર્ટીના નેતાઓ દેશના હિતમાં એક થઈને નિર્ણય લેશે  

Breaking News
Breaking News