Not Set/ સુશાંતના મોતથી દુખી મિથુન ચક્રવર્તી નહીં મનાવે તેમનો જન્મદિવસ, પુત્રએ કહી આ વાત

દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી 16 જૂને પોતાનો જન્મદિવસ મનાવવાના મૂડમાં નથી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળ અવસાન અને કોરોના વાયરસ મહામારીને કારણે મિથુન ચક્રવર્તીએ આ નિર્ણય લીધો છે. મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીએ જણાવ્યું કે, કોવિડ -19 મહામારી અને અમારા પ્રિય સહયોગી સુશાંતના અકાળે અવસાનથી સર્જાયેલી સંજોગોને ધ્યાનમાં રાખીને, આ વર્ષે, મારા પિતા અને મેં જન્મદિવસ […]

Uncategorized
a96a73ffe68198b6d00ad2cb45209784 સુશાંતના મોતથી દુખી મિથુન ચક્રવર્તી નહીં મનાવે તેમનો જન્મદિવસ, પુત્રએ કહી આ વાત

દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી 16 જૂને પોતાનો જન્મદિવસ મનાવવાના મૂડમાં નથી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળ અવસાન અને કોરોના વાયરસ મહામારીને કારણે મિથુન ચક્રવર્તીએ આ નિર્ણય લીધો છે. મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીએ જણાવ્યું કે, કોવિડ -19 મહામારી અને અમારા પ્રિય સહયોગી સુશાંતના અકાળે અવસાનથી સર્જાયેલી સંજોગોને ધ્યાનમાં રાખીને, આ વર્ષે, મારા પિતા અને મેં જન્મદિવસ પર કોઈ ઉત્સવ નહીં મનાવવાનો નિર્ણય કર્યો છે. અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ સલામત રહે અને શક્ય તેટલું ઘરની અંદર રહે.

ડિપ્રેસન સામે લડી રહેલ સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઇ સ્થિત તેમના નિવાસ સ્થાને ગળેફાંસો લ્હાય જીવન ટુંકાવ્યું હતું. તેમના મૃત્યુના સમાચારથી ઘણા લોકો હચમચી ઉઠ્યા છે.

નમાશીએ દરેકને સમય કાઢવ અને તેમના પરિવારના સભ્યો અને મિત્રો સાથે નિયમિત ચર્ચા કરવા અપીલ કરી છે. નમાશીએ કહ્યું, ‘તમને જે લોકો ગમે છે અને જે લોકો નથી ગમતા તેવા લોકોને તમારા શબ્દોથી દુખી ન કરો. ધૈર્યથી સાંભળો, તમારા અહંકારને કાયમ માટે છોડી દો. દરેકને તેમના દિલ અને દિમાગથી બોલવા દો કારણ કે હતાશા સૌથી મોટો હત્યારો છે.

View this post on Instagram

9 days ago when the poster of my debut film #BadBoy released all over, I was a bundle of joy and gratitude, as I was finally living my dream, after years of hard work, waiting and wanting. I am so thankful to all of you. But there was one man, who not only supported me and my film, but also posted the poster on his timeline and that man was @krushna30. He not only wished me and my film the best, but stood by me at the beginning of my career. I love you brother, what you did for me, was a gesture of pure love. I will never forget this. I can’t wait to work with you and learn from you @krushna30. @badboy_film @amrinqureshi99. #krushnaabhishek #BadBoy #RajKumarSantoshi #himeshreshammiya #sajidqureshi #amrinqureshi #namashichakraborty #penstudios

A post shared by Namashi Chakraborty (@namashi_chakraborty) on

નમાશીએ વધુમાં કહ્યું, ‘આપણા મિત્રો અને પરિવારના સર્કલમાં કોઈ શું કરી રહ્યા છે. તેમના વિચારો અને લાગણીઓને શબ્દોના રૂપમાં આવવા દો. માત્ર સાંભળવાની થોડી ટેવ મૂકીને આપણે બધા જ જીવ બચાવી શકીએ છીએ. ‘ કામની વાત કરીએ તો નમાશી રાજકુમાર સંતોષીની આગામી રોમેન્ટિક ફિલ્મ ‘બેડ બોય’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.