Not Set/ સુશાંતસિંહ રાજપૂતની સામે આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો આ ખુલાસો

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે તેના મુંબઇ ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી, તેના આ પગલા બદલ દરેક ચોંકી ગયા છે અને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. યુવાન અને શ્રેષ્ઠ અભિનેતા સુશાંતે 34 વર્ષની ઉંમરે જે રીતે આત્મહત્યા કરી છે તે કોઈ માની શકે તેમ નથી. સુશાંતનાં મૃત્યુ પછી તેના પરિવારનાં સભ્યો […]

Uncategorized
9012a4c1767f99fca409133f47fbc886 સુશાંતસિંહ રાજપૂતની સામે આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો આ ખુલાસો

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે તેના મુંબઇ ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી, તેના આ પગલા બદલ દરેક ચોંકી ગયા છે અને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. યુવાન અને શ્રેષ્ઠ અભિનેતા સુશાંતે 34 વર્ષની ઉંમરે જે રીતે આત્મહત્યા કરી છે તે કોઈ માની શકે તેમ નથી. સુશાંતનાં મૃત્યુ પછી તેના પરિવારનાં સભ્યો ખૂબ દુઃખી છે અને તેમના માટે આ માનવુ મુશ્કેલ છે.

સુશાંતનાં મામાએ આને ષડયંત્ર ગણાવી ન્યાયિક તપાસની માંગ કરી હતી. જ્યારે બિહારનાં વરિષ્ઠ નેતા પપ્પુ યાદવે સુશાંતનાં પિતાને મળ્યા બાદ દાવો કર્યો હતો કે તેઓ આ મામલે સીબીઆઈ તપાસ ઇચ્છે છે. દરમિયાન સુશાંતનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો છે. સુશાંતની આત્મહત્યા અંગે ઉદ્ભવતા પ્રશ્નો વચ્ચે તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં જણાવાયું છે કે સુશાંતનું મોત આત્મહત્યાને કારણે થયું છે. તેનું પોસ્ટ મોર્ટમ મુંબઇનાં જુહુની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

જેમાં સુશાંતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સુશાંતનાં અંગોને જેજે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યાં તેને ઝેર આપવામાં આવ્યું હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે. બધી હિટ ફિલ્મોમાં કામ કરનાર સુશાંત સિંહનાં મૃત્યુનાં સમાચાર આવતાની સાથે જ લોકોને લાગ્યું કે કોઈ બનાવટી સમાચાર ફેલાવી રહ્યા છે, પરંતુ જ્યારે પોલીસે તેના મોતની પુષ્ટિ કરી ત્યારે દરેક ચોંકી ઉઠ્યા હતા અને તેમના શ્રેષ્ઠ કામને યાદ કરવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.