Not Set/ સુશાંત કેસ/ એઈમ્સનાં અહેવાલથી મુંબઈ પોલીસ ગેલમાં, કહ્યું – છેવટે, અમારી વાત સાચી સાબિત થઈ

એક સમયે ઘણાનાં તપેલા અભેરાઇ પણ ચડાવી દે તેવું લાગતું હતું તે સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં મુંબઈનાં પોલીસ કમિશનર પરમ બીરસિંહે શનિવારે કહ્યું હતું કે, અમારી તપાસ સાચી દિશામાં જ હતી તેવું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના રિપોર્ટમાં સાબિત થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ તપાસ વિશે કંઇ જાણ્યા વગર તેમના સ્વાર્થ માટે મુંબઈ […]

Uncategorized
0407e4f9175591e46d98be73a66ca67a સુશાંત કેસ/ એઈમ્સનાં અહેવાલથી મુંબઈ પોલીસ ગેલમાં, કહ્યું - છેવટે, અમારી વાત સાચી સાબિત થઈ

એક સમયે ઘણાનાં તપેલા અભેરાઇ પણ ચડાવી દે તેવું લાગતું હતું તે સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં મુંબઈનાં પોલીસ કમિશનર પરમ બીરસિંહે શનિવારે કહ્યું હતું કે, અમારી તપાસ સાચી દિશામાં જ હતી તેવું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના રિપોર્ટમાં સાબિત થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ તપાસ વિશે કંઇ જાણ્યા વગર તેમના સ્વાર્થ માટે મુંબઈ પોલીસને નિશાન બનાવી હતી.

ખરેખર, એઈમ્સ મેડિકલ બોર્ડે શનિવારે કહ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતનું આત્મહત્યાથી મોત થયું હતું અને તેની હત્યા થઇ નથી. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા સિંહે કહ્યું કે મુંબઇની પોલીસ તપાસ વ્યાવસાયિક હતી અને શહેરની કૂપર હોસ્પિટલના ડોકટરોએ શબ પરીક્ષણ કર્યું હતું અને તેનું કામ સંપૂર્ણ સાચી રીતે કર્યું હતું.

પોલીસ કમિશનરે કહ્યું, “આપણે બધા એઈમ્સના આ તારણોથી સહમત છીએ.” સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસ તપાસને નહીં પણ રાજપૂત કેસમાં બિહાર પોલીસ દ્વારા દાખલ એફઆઈઆરની બદલીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે “અદાલતને અમારી તપાસમાં કોઈ દોષ નથી લાગ્યો.”

સિંહે વધુમાં જણાવ્યું હતું કે, સિટી પોલીસે તપાસ અહેવાલને સુપ્રીમ કોર્ટમાં સીલ કવરમાં સોંપી દીધો હતો અને તે ફક્ત છ વ્યક્તિઓએ જોયો હતો. જેમાં તપાસ અધિકારી, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, પોલીસ કમિશનર, પોલીસ કમિશનર, રાજ્યના એડવોકેટ જનરલ અને ન્યાયાધીશનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે “કેટલાક લોકોએ અમારી તપાસ વિશે કંઈ જ જાણ્યા વિના અને અમારો અહેવાલ જોયા વિના અમારી તપાસની ટીકા કરી હતી”.

આપને જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂતનું મોત હત્યા હતું કે આત્મહત્યા, છેલ્લા ઘણા મહિનાઓથી આ સવાલ ઉદ્ભવી રહ્યો છે. પરંતુ હવે એઈમ્સ પેનલ દ્વારા ખુલાસો થયો કે સુશાંત સિંહનું મોત હત્યા નહીં પણ આત્મહત્યા હતું. એઈમ્સ પેનલના અધ્યક્ષ ડો.સુધીર ગુપ્તાએ કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી નથી, તે આત્મહત્યાનો મામલો છે. એઈમ્સની ટીમ સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કર્યા બાદ આ નિષ્કર્ષ પર આવી છે. 

સુશાંતસિંહ રાજુપતનાં મોત મામલે હત્યાની વાતને ડોકટરોની પેનલે સંપૂર્ણ રીતે નકારી દીધી હતી. ડોક્ટરે કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતનું મોત આત્મહત્યાનો મામલો છે. આપને જણાવી દઇએ કે, એઈમ્સના ડોકટરોએ 29 સપ્ટેમ્બરના રોજ પોતાનો તપાસ અહેવાલ સીબીઆઈને સુપરત કર્યો હતો. એઈમ્સના ડોકટરોની આ ટીમે તેનું કામ કર્યું છે અને હવે સીબીઆઈના અહેવાલનો અભ્યાસ કર્યા બાદ તે કોઈ નિષ્કર્ષ પર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews