Not Set/ સુશાંત સિંહ ડ્રગ્સ કેસ/ રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, શૌવિક હજી પણ રહેશે જેલમાં

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે. જોકે, તેનો ભાઈ શૌવિક હજી પણ જેલમાં રહેશે. સુશાંત સિંહ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે બુધવારે એટલે કે આજે રિયા ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાંડા અને દિપેશ સાવંતને જામીન આપ્યા હતા, પરંતુ શૌવિક ચક્રવર્તી અને અબ્દુલ બાસિતના પરિવારની જામીન અરજી નામંજૂર કરી હતી. આ […]

Uncategorized
8056839abe6b66105dd14b0adff89424 સુશાંત સિંહ ડ્રગ્સ કેસ/ રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, શૌવિક હજી પણ રહેશે જેલમાં

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે. જોકે, તેનો ભાઈ શૌવિક હજી પણ જેલમાં રહેશે. સુશાંત સિંહ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે બુધવારે એટલે કે આજે રિયા ચક્રવર્તી, સેમ્યુઅલ મીરાંડા અને દિપેશ સાવંતને જામીન આપ્યા હતા, પરંતુ શૌવિક ચક્રવર્તી અને અબ્દુલ બાસિતના પરિવારની જામીન અરજી નામંજૂર કરી હતી. આ બધાની સુશાંતની ડ્રગ્સના સંબંધમાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આ પહેલા અદાલતે 29 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી કરી હતી, ત્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. રિયા ચક્રવર્તી 8 સપ્ટેમ્બરથી મુંબઇની ભાયખલા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

કોર્ટે રિયા ચક્રવર્તીને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપી દીધા છે. કોર્ટે કહ્યું છે કે, રિયાને 10 દિવસમાં એકવાર હાજર થવા અને જેલમાંથી છૂટ્યા બાદ પોતાનો પાસપોર્ટ સબમિટ કરવા માટે પોલીસ સ્ટેશન જવું પડશે. કોર્ટે કહ્યું કે તે પરવાનગી વિના વિદેશ પ્રવાસ કરી શકશે નહીં અને મુંબઈ બહાર જતા પહેલા તપાસ અધિકારીને જાણ કરવી જ જોઇએ.

આ પણ વાંચો : સપના ચૌધરી બની માતા, સવાલો ઉઠાવનારા પર ભડક્યો પતિ વીર સાહુ

આ અગાઉ મંગળવારે સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં વિશેષ એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને અન્યની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી દીધી હતી. વિશેષ અદાલતે છેલ્લે 6 ઓક્ટોબર સુધી રિયાની ન્યાયિક કસ્ટડીમાં વધારો કર્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ એનસીબીની ધરપકડ બાદ રિયા ચક્રવર્તીને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ