Not Set/ રાજસ્થાન સંકટ/ વિધાનસભાનું સત્ર બોલાવા પર અશોક ગેહલોતે વધુ એકવાર બોલાવી મંત્રીપરિષદની બેઠક

પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ સહિત પક્ષના 19 ધારાસભ્યોનો બળવો પછી રાજસ્થાનની ગેહલોત સરકાર સંકટનો સામનો કરી રહી છે. દરમિયાન, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે વિધાનસભા સત્ર બોલાવીને ગૃહમાં બહુમતી સાબિત કરવાના આગ્રહ પર અડગ રહેતાં આજે બપોરે 12:30 કલાકે મંત્રી પરિષદની બેઠક તેમના નિવાસસ્થાને બોલાવી છે. અહેવાલો અનુસાર, કેબિનેટની આ બેઠક દરમિયાન રાજ્યપાલ […]

Uncategorized
5298bf56f76382b2cc140e3207958214 1 રાજસ્થાન સંકટ/ વિધાનસભાનું સત્ર બોલાવા પર અશોક ગેહલોતે વધુ એકવાર બોલાવી મંત્રીપરિષદની બેઠક

પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ સહિત પક્ષના 19 ધારાસભ્યોનો બળવો પછી રાજસ્થાનની ગેહલોત સરકાર સંકટનો સામનો કરી રહી છે. દરમિયાન, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે વિધાનસભા સત્ર બોલાવીને ગૃહમાં બહુમતી સાબિત કરવાના આગ્રહ પર અડગ રહેતાં આજે બપોરે 12:30 કલાકે મંત્રી પરિષદની બેઠક તેમના નિવાસસ્થાને બોલાવી છે. અહેવાલો અનુસાર, કેબિનેટની આ બેઠક દરમિયાન રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા વિધાનસભા સત્ર બોલાવવા અંગે લેવામાં આવેલા વાંધા અંગે ચર્ચા કરવામાં આવશે.

ગેહલોત શુક્રવારે મોડી રાત્રે તેમના નિવાસસ્થાને કેબિનેટની બેઠક કરી હતી. આ બેઠક મોડી રાત્રે 9:30 વાગ્યે શરૂ થઈ હતી અને લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. આ બેઠક દરમિયાન રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા વિધાનસભા સત્ર બોલાવવા માટે ઉભા કરાયેલા છ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.